
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર આભ ફાટતા ધોધમાર વરસાદ પડ્યો હતો. અને ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યુ હતુ.
આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગુરુવારે સાંજે 4 વાગ્યાના અરસામાં સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ડાંગમાં ધોધોમાર વરસાદ થવાને કારણે અહલાદક વાતાવરણ સર્જાયું છે. સાપુતારામાં વરસાદી સીઝનને મહાલવા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાપુતારા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા અદભૂત વાતાવરણ સર્જાયુ છે. ગલકુંડ વિસ્તારના ડુંગર પર આભ ફાટ્યું હતુ. જેના કારણે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના લીધે ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફળી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. વરસાદથી સમગ્ર સાપુતારના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતના પહાડી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુરૂવારે પણ ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહ્લાદક માહોલ સર્જાયો હતો. સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓેમાં ખુશીની લહેર પ્રસરી હતી.