ડાંગના આહવા તાલુકાના ગલકુંડના ડુંગર પર આભ ફાટ્યુ, ખાપરી નદીમાં આવ્યું ઘોડાપૂર
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર આભ ફાટતા ધોધમાર વરસાદ પડ્યો હતો. અને ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યુ હતુ. આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગુરુવારે સાંજે 4 વાગ્યાના અરસામાં સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ […]