1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરના વાડીનાર પોર્ટને શિપ રિપેરિંગ પ્રોજેક્ટ માટે કેન્દ્રએ 1570 કરોડ મંજુર કર્યા
જામનગરના વાડીનાર પોર્ટને શિપ રિપેરિંગ પ્રોજેક્ટ માટે કેન્દ્રએ 1570 કરોડ મંજુર કર્યા

જામનગરના વાડીનાર પોર્ટને શિપ રિપેરિંગ પ્રોજેક્ટ માટે કેન્દ્રએ 1570 કરોડ મંજુર કર્યા

0
Social Share

જામનગર, 6 મે 2026Centre approves Rs 1570 crore for ship repairing project  જિલ્લાના વાડીનાર ખાતે અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાના વિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે રૂપિયા 1570 કરોડ મંજુર કર્યા છે. અને  71,570 કરોડના રોકાણ સાથે સાકાર થનારો આ પ્રોજેક્ટ ભારતના શિપિંગ ઇકોસિસ્ટમમાં ગેમ-ચેન્જર સાબિત થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વિદેશી ધ્વજ ધરાવતા જહાજો પણ સમારકામ માટે ભારત આવશે. અને વાડીનાર બંદર જહાજ સમારકામનું હબ બનશે.

 જામનગર જિલ્લાના વાડીનાર પોર્ટ પર જહાજોના સમારકામનો પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે. વાડીનાર તેની કુદરતી ઊંડાઈ અને આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પરના મોકાના સ્થાનને કારણે જાણીતું છે. મુન્દ્રા અને કંડલા જેવા દેશના સૌથી મોટા બંદરોની નિકટતા હોવાને કારણે, તે મોટા વ્યાપારી અને વિદેશી જહાજોની સર્વિસિંગ માટે દેશનું મહત્વનું કેન્દ્ર બની રહેશે. હાલમાં ભારતના ઘણા મોટા જહાજો સમારકામ માટે દુબઈ, સિંગાપોર કે કોલંબો જેવા વિદેશી બંદરો પર જાય છે. વાડીનારમાં આ સુવિધા મળતા ભારતનું કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ દેશમાં જ જળવાઈ રહેશે. સાથે જ વિદેશી ધ્વજ ધરાવતા જહાજો પણ સમારકામ માટે ભારત આવશે.

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાતના વાડીનારમાં વિશ્વ કક્ષાની જહાજ સમારકામ સુવિધા સ્થાપવા માટે મંત્રીમંડળે મંજૂરી આપી છે, ભારતની દરિયાઈ ક્ષમતાઓને મજબૂત કરવા અને દેશને જહાજ સમારકામ સેવાઓમાં વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીએ X પર આ અંગે કરેલી એક પોસ્ટ વિશ્વ કક્ષાની જહાજ સમારકામ સુવિધા સ્થાપવા માટે મંત્રીમંડળની મંજૂરી પર પ્રકાશ પાડ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું, “ગુજરાતના વાડીનારમાં વિશ્વ કક્ષાની જહાજ સમારકામ સુવિધા માટે મંત્રીમંડળની મંજૂરી, ભારતની દરિયાઈ ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી મોટા જહાજોનું સમારકામ કરવાની આપણી ક્ષમતામાં વધારો થશે, રોજગારીનું સર્જન થશે, સહાયક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને આપણા બંદરોની સ્પર્ધાત્મકતામાં સુધારો થશે. આ પ્રોજેક્ટ એક મજબૂત, ભવિષ્ય માટે તૈયાર દરિયાઈ ઇકોસિસ્ટમના નિર્માણમાં ફાળો આપશે અને બ્લૂ અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code