Homeગુજરાતીગુજરાતદિવાળી વેકેશનમાં ઘૂડસર અભ્યારણ્યની 25000 પ્રવાસીઓએ લીધી મુલાકાત

દિવાળી વેકેશનમાં ઘૂડસર અભ્યારણ્યની 25000 પ્રવાસીઓએ લીધી મુલાકાત

સુરેન્દ્રનગર, 15 નવેમ્બર, 2026 : 25000 tourists visited Ghudsar Sanctuary during Diwali vacation કચ્છના નાના રણ તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના ઘૂડસર અભ્યારણ્યની 25000થી વધુ પ્રવાસીઓએ દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાત લીધી છે. અફાટ રણ વિસ્તારમાં ઘૂડસરને દોડતા જોવાનો લહાવો પ્રવાસીઓએ લીધો હતો. દિવાળીના વેકેશનને લીધે દેશ-વિદેશના પ્રવાસીઓમાં વધારો થયો છે. પ્રવાસીઓની વધેલી અવરજવરના કારણે વન વિભાગને ₹ 31 લાખની આવક થઈ છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે અભયારણ્યની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી છે.

ઘૂડસર અભ્યારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો  થઈ રહ્યો છે. કચ્છના નાના રણ તરીકે ઓળખાતો રણ વિસ્તાર 4,953 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. અભ્યારણ્યમાં ઘુડખર, વિદેશી પક્ષીઓ અને અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ઘુડખર એવું પ્રાણી છે જે સમગ્ર વિશ્વમાં માત્ર અહીં જ જોવા મળે છે.  શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં અભ્યારણ્યના મહેમાન બનતા હોય છે. ઘૂડસર સાથે પક્ષિઓના નજારાને માણવા પણ પ્રવાસીઓ અભ્યારણ્યની મુલાકાતે આવી રહ્યા છે.  આ વર્ષે વિદેશી પક્ષીઓની સાથે સ્થાનિક પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વન વિભાગ દ્વારા દર 5 વર્ષે ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. વર્ષ 2023-24માં હાથ ધરવામાં આવેલી છેલ્લી ગણતરીના આંકડા મુજબ કચ્છના નાના રણ વિસ્તારમાં ઘુડખરની કુલ સંખ્યા 7,672 નોંધાઈ હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img