Site icon Revoi.in

IPL 2022 હરાજીમાં 11 ખેલાડીઓ એ 10 કરોડની રકમ આંબી -જાણો સૌથી મોંધો ખેલાડી કોણ

Social Share

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન પહેલા ખેલાડીઓની મોટા પાયે હરાજી કરવામાં આવી હતી. બેંગલુરુમાં બે દિવસીય મેગા ઓક્શનમાં દેશ અને દુનિયાના 500 થી વધુ ખેલાડીઓએ એન્ટ્રી મારી જેનમાં 67 વિદેશી ક્રિકેટરો સહિત 204 ખેલાડીઓને બિડમાં સામેલ કરાયા હતા.

આઈપીએલના ખેલાડીઓની આ બીડ દરમિયાન ઘણા ખેલાડીઓને અપેક્ષા કરતા વધુ કિમંત મળી છે જ્યારે ઘણા નિરાશ થયા અને ખાલી હાથ પાછા ફરવું પડ્યું.ભારતની આ પ્રખ્યાત ટી20 લીગમાં આ વર્ષથી 10 ટીમો ભાગ લઈ રહી છે, આવી સ્થિતિમાં દરેકે પોતાની પસંદગીના ખેલાડીને પસંદ કરવા માટે મોટી રકમ ખર્ચી છે.

આ  બીડમાં11 ખેલાડીઓ એવા હતા જેમને 10 કરોડ કે તેથી વધુ મોટી રકમ મળવા પાત્ર બની છે. આ વખતે ઝડપી બોલરો અને ઓલરાઉન્ડરોનો દબદબો જોવા મળ્યો હતો આ સાથે જ ફ્રેન્ચાઈઝીઓએ પણ તેમના પર દાવ લગાવ્યો છે.

IPL 2022માં કયા ખેલાડીઓ સૌથી મોંઘા

  1. ઈશાન કિશન – કિમંત 5.25 કરોડ – ટીમઃમુંબઈ ઈન્ડિયન્સ
  2. દિપક ચહર – કિમંત 14 કરોડ રુપિયા – ટીમઃચેન્નઈ સુપર કિંગ
  3. શ્રેયસ અય્યર – કિમંત 12.25 કરોડ – ટીમ કોલકાતા નાઈટ રાઈડ્સ
  4. લિયામ લિવિગ્સ્ટન – કિંમત 11.50 કરોડ – ટીમ પંજાબ કિંગ્સ
  5. વનિંદુ હસરંગા – કિમંત 10.75 કરોૃ – ટીમ – રોયલ ચેલેન્જર્સ મુંબ
  6. હર્ષલ પટેલ – કિમંત 10.75 કરોડ- ટીમ રોયલ ચેલેન્જર્સ મુંબઈ
  7. નિકોલસ પૂરન-કિમંત 10.75 કરોડ – સનરાઈઝ હેૃૈદરાબાદ
  8. લોકી ફર્ગ્યુસન – કિનમંત 10 કરોડ – ગુજરાત ટાઇટન્સ
  9. આવેશ ખાન – કિમંત 10 કરોડ – લખનૌ સુપર જાયન્ટ્સ
  10. પ્રસિદ્ધ કૃષ્ણા – કિમંત 10 કરોડ રૂપિયા – રાજસ્થાન રોયલ્સ

આ હરાજીમાં વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન સૌથી મોંઘો ભારતીયખેલાડી બન્યો હતો. જે 15 કરોડ રૂપિયા મેળવનાર તે એકમાત્ર ક્રિકેટર બન્યો છે. તેને તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

આ સાથે જ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. તેને પંજાબ કિંગ્સે હરાજીના બીજા દિવસે 11.50 કરોડ રૂપિયાની જંગી બોલી લગાવીને ખરીદ્યો હતો.