Site icon Revoi.in

યુપીના કુશીનગરમાં લગ્નની વિધિ દરમિયાન કૂવાનો સ્લેબ તૂટતા 13 લોકોના મોત – લગ્ન માતમમાં ફેરવાયા

Social Share

લખનૌઃ- વિતેલી રાત્રે ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક ઘરમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગિયા ગામમાં લગ્ન સમારોહ વિતેલી મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 13 લોકોના મોત થયાના એહવાલ મળી રહ્યા છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે  જ્યારે લગ્નની  વિધિ ચાલી રહી હતી તે દરમિયાન કૂવાનો સ્લેબ તૂટી પડતાં આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં મહિલાઓ, કિશોરો અને બાળકીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ કેટલાક લોકો ઘાયલ થયા છે. કૂવામાં વધુ લોકો હોવાની આશંકાથી બચાવ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.

ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નૌરંગિયા ગામની શાળા ટોલામાં રહેતા પરમેશ્વર કુશવાહાના પુત્ર અમિત કુશવાહાના લગ્ન પહેલા બુધવારે મોડી રાત્રે હળદરની વિધિ કરવામાં આવી રહી હતી. ઘરથી લગભગ 100 મીટર દૂર આવેલા કૂવાની સામે મટકોડ વિધિ ચાલી રહી હતી. જે કૂવા પાસે કાર્યક્રમ ચાલતો હતો તેને આરસીસી સ્લેબ બનાવીને બંધ કરી દેવામાં આવ્યો હતો. વિધિ દરમિયાન કુવા પર બનાવેલ સ્લેબ પર મોટી સંખ્યામાં મહિલાઓ, યુવતીઓ અને યુવતીઓ ઉભી રહી હતી. અચાનક સ્લેબ તુટી જતાં તેના પર ઉભેલી મહિલાઓ, યુવતીઓ કૂવામાં ડૂબી હતી કૂવો પાણીથી ભરેલો હોવાથી અંદર ડૂબવાથી લોકોના મોત થયા છે.

આ સાથે જ માહિતી મળતાં પોલીસ આવી અને આસપાસના લોકો સાથે મળીને લોકોને કૂવમાંથી  બહાર કાઢવામાં આવ્યા હતા,ઘટના થતાની સાથે જ ત્યા ઉપસ્થિત લોકો અને આજૂબાજૂના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ અંધારાને કારણે રેસ્ક્યૂ મુશ્કેલ બન્યું અને વધુ સફળતા મળી ન હતી. દરમિયાન કોઈએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ટીમ સાથે આવેલા પોલીસકર્મીઓએ રાહત કાર્ય તેજ બનાવ્યું હતું. કુવામાંથી બહાર કાઢવામાં આવેલા તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ ટેસ્ટ કરાવ્યા અને 13 લોકોને મૃત જાહેર કર્યા હતા ત્યારે 12થી વધુ લોકો ઘાટલ થયાના પણ સમાચાર છે જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

Exit mobile version