Site icon Revoi.in

અમૃત ભારત યોજના અંતર્ગત દેશભરના 1300 રેલ્વે સ્ટેશનોનું થઈ રહ્યું છે આધુનિકીકરણ

Social Share

દિલ્હીઃ ભારતનો વિકાસ કોઈ પણ દેશની આંખોને આંજીનાખે તેવો થી રહ્યો છે, રેલ્વેથી લઈને એરપોર્ટનું આઘુનિકરણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી એશ્વિની વૈષ્ણવે રેલ્વે સ્ટેનના આઘુનિકરણ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જવાબ આપ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય મંત્રી  વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના 1,300 રેલવે સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ પુનઃવિકાસ અને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ગ્વાલિયર સ્ટેશન પર નિર્માણ કાર્યની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન આ વાત કહી હતી.

વઘુમાં મીડિયા સમક્ષ તેમણે  મંત્રીએ કહ્યું કે કુલ 1,300 રેલ્વે સ્ટેશનનું પુનઃવિકાસ અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે અને આ અંતર્ગત ગ્વાલિયર સ્ટેશન પર 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. ‘નેરોગેજ’ લાઇનને ‘બ્રૉડગેજ’માં ફેરવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.