Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 14 આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ચાલુ વર્ષે સુરક્ષા એજન્સીઓએ વિવિધ ઓપરેશન હાથ ધરીને 14 જેટલા આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં સાત પાકિસ્તાનના આતંકવાદી હોવાનું જાણવા મળે છે.

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, આ વર્ષે 8 ઓપરેશનમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ 14 આતંકીઓમાંથી 7 પાકિસ્તાનના હતા. ઘાટીમાં આતંકવાદીઓ તેમની નાપાક હરકતોને નાથવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.  દરમિયાન કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. સેનાના અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી પણ માર્યો ગયો હતો.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના હસનપુરા ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી.

કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ અલ-બદર આતંકવાદી ઈમાદ વાની તરીકે થઈ હતી. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IG) વિજય કુમારે જણાવ્યું હતું કે વાની ગયા વર્ષે 19 ડિસેમ્બરે પુલવામામાં પોલીસકર્મી મુસ્તાક વેજ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં વેજને ગંભીર ઈજા થઈ હતી.

(Photo-File)