Site icon Revoi.in

વડોદરાના 15 શિલ્પકારો કલાકારી હવે આફ્રીકામાં મળશે જોવા – કોન્ગોમાં મઘર મેરીની વિશ્વની સોથી મોટી પ્રતિમા બનાવશે

Social Share

અમદાવાદઃ- ભાકત દેશ પાસે અનેક કલાકારો છે, સંગીત હો. નૃત્ય હોય કે પછી સ્થાપત્ય કલા હોય ભારત દેશ હંમેશા મોખરે રહે છે, ત્યારે હવે ગુજરાતના વડોદરા શહેરના 15 શિલ્પકારોની કલાકારી હવે દક્ષિણ આફ્રીકાના કોન્ગોમાં પણ ઝલકતી જોવા મળશે.

વડોદરાના 15 શિલ્પકાર ખ્રિસ્તીઓની આસ્થાની દેવી મધર મેરીની ફાયબર ગલાસની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા દક્ષિણ આફ્રિકાના કોન્ગોમાં પહોંચ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ શીલ્પકારોને 50 ફૂટ ઊંચી 15 ફૂટ પહોળી ફાયબર ગ્લાસની પ્રતિમા બનાવવામાં ત્રણ નહિનાનો સમય લાગશે

વડોદરા કલાઓનું શહેર છે અહીં અનેક કલાકારો છે ત્યારે હવે  દક્ષિણ આફ્રિકાના કોન્ગોમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો ના કાતેબી કોલ્વેઝી શહેરમાં મધર મેરીની આ મૂર્તિ બનાવા માટે વડોદરાના કલાકારો પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

આ પ્રતિમાં એક મોટા ટાપુની વચ્ચે બનાવવામાં આવી રહી છે. મધર મેરીની 15 ફૂટ ઊંચી અને 14 ફૂટ પહોળી ફાયબરની પ્રતિમા બની રહી છે, જે વિશ્વની સૌથી ઉંચી ફાયબર ગ્લાસની પ્રતિમા હોવાનો દાવો કરાયો છે. સચિન કાલુસ્કર તથા તેમના સાથીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ હાલમાં કોન્ગોમાં પહોંચીને કરી રહ્યા છે. ફાયબર ગ્લાસમાંથી બનેલી આટલી ઊંચી પ્રતિમા અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય નથી અને આ બનાવવાની તક વડાદરાના કલાકારોને મળી છે

આ પ્રતિમાં કોન્ગોના લઘુમ્બાશી  શહેરમાં બનાવામાં આવી રહી છે, પરંતુ જ્યાં પ્રતિમા સ્થાપિત થવાની છે તે કોંગોનું કાતેબી કોલ્વેઝી શહેર છે. આ પ્રતિમા સ્થાપિત થયા પછી વિશ્વભરમાં આ જગ્યાનું નામ રોશન થવાનું છે  સાથે પ્રતિમા બનાવનાર આપણા દેશના આ કલાકરોનું નામ પણ રોશન થાય. કતે વાત સ્વાભાવિક છે.