Site icon Revoi.in

કાબૂલની મસ્જિદ સહીત બસમાં કુલ 4 બોમ્બ બ્લાસ્ટ થયા – 16 લોકોના મોત,અનેક લોકો ઘાટલ

Social Share

દિલ્હીઃ- અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ કે જ્યા અવારનવાર બોમ્બ બ્લાસ્ચ થવાની ઘટનાઓ થતી રહેતી હોય છએ ત્યારે રી અહી 4 બ્લાસ્ટ થયા હોવાની જાણકારી મળી રહી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે કાબુલમાં એક મસ્જિદ અને ઉત્તરીય શહેર મઝાર-એ-શરીફમાં ત્રણ મિની બસોમાં બુધવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા. જો કે, સંખ્યા હજુ વધી શકે છે.

 મળતી માહિતી મુજબ મસ્જિદમાં પંખાની અંદર બોમ્બ રાખવામાં આવ્યો હતો. બુધવારના રોજ થયેલા ચાર બોમ્બ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી જૂથે લીધી નથી. કાબુલમાં એક મસ્જિદની અંદર થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘાયલોને બચાવવા માટે એમ્બ્યુલન્સ મસ્જિદ પર પહોંચી હતી.

આ બાબતે પોલીસે માહિતી આપી હતી કે બોમ્બ શહેરના અલગ-અલગ જિલ્લાઓમાં ત્રણ મિની બસો પર મૂકવામાં આવ્યા હતા. વિસ્ફોટોમાં અન્ય 15 લોકો ઘાયલ થયા છે. બલ્ખ આરોગ્ય વિભાગના વડા નજીબુલ્લા તવાનાએ જણાવ્યું હતું કે વાહન વિસ્ફોટમાં માર્યા ગયેલાઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

બુધવારે મોડી રાત્રે રાજધાની કાબુલમાં એક મસ્જિદની અંદર બીજો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા,આ સાથે જ કાબુલની એક હોસ્પિટલે ટ્વીટ કર્યું હતું કે મસ્જિદ વિસ્ફોટમાં પાંચ લોકો માર્યા ગયા છે અને 22 લોકો ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા મહિનામાં પણ રમઝાનમાં મસ્જિદમાં બ્લાસ્ટની ઘટના બની હતી અવારનવરા કાબૂલ પર હિમલાઓ કરવામાં આવી રહ્યા છે,ત્યારે વિતેલા દજિવસે મોડી રાતના થયેલા વિસ્ફોટમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આગળ મોતનો આંકડો વધી પમ શકે છે કારણ કે કેટલાક લોકોની હાલત ગંભીર જોવા મળી રહી છે.