Site icon Revoi.in

રાજ્યમાં પંચાયત વિભાગમાં ખાલી પડેલી 16400 જગ્યાઓ 6 મહિનામાં ભરી દેવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે સરકારે જુદા જુદા સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવા ટાઈમ ટેબલ બનાવી રહી છે. ત્યારે રાજ્યના પંચાયત મંત્રીએ જાહેરાત કરી છે કે, ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી કરાશે. આવતા 6 મહિનામાં આ ભરતી પૂરી કરવાનો સરકારનો ટાર્ગેટ છે.

રાજ્ય સરકારના પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. રાજ્યના પંચાયત મંત્રીએ જાહેરાત કરી છે કે, ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી કરાશે. આવતા 6 મહિનામાં આ ભરતી પૂરી કરવાનો ટાર્ગેટ હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું.  રાજ્ય સરકારે 2018ની પંચાયત વિભાગની તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે શરૂ કરેલી ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની ભરતીની પ્રક્રિયાને નવી ભરતી સાથે સંકલિત કરી લેવામાં આવશે.

ગુજરાત સેવા પસંદગી બોર્ડ દ્વારા આ ભરતીપ્રક્રિયા કરવામાં આવશે. જેમાં જુના ઉમેદવારોને પણ લાભ આપવામાં આવશે. ગત વખતે જે ભરતી માટેના ફોર્મ કેન્ડીડેટ એ ભર્યા હતા એમની ફી પરત કરાશે તેમ પણ મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું., પંચાયત વિભાગની જગાઓ માટે અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં આજે જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. તેમાં મેરજાએ આ જાહેરાત કરી હતી. બ્રિજેશ મેરજાએ કહ્યું કે, ગામનું કામ ગામમાં થાય તે રીતે સંચાલન થવું જોઈએ. સરપંચોને કરોડોની ગ્રાન્ટ ગ્રામીણ વિકાસ માટે આપવામાં આવે છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં 100 રસીકરણ થાય તે દિક્ષામાં કામ કરવા કહેવાયું છે.