Site icon Revoi.in

પ્રાથમિક શાળાના 17,174 શિક્ષકોને ઓનલાઈન બદલી કેમ્પમાં સ્થળ પસંદગીનો લાભ મળ્યો

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો છેલ્લા ઘણા સમયથી બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા હતા. ઘણાબધા શિક્ષકો પોતાના વતનથી દુર અન્ય જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે શિક્ષક દંપત્તીઓ પણ અગલ અલગ સ્થળોએ નોકરી કરી રહ્યા હતા. આમ શિક્ષકો બદલીઓની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ (તાલુકા-ફેર)નું આયોજન બે તબકકામાં કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 17,174  શિક્ષકોએ પસંદગી મુજબના સ્થળ પર સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી બદલીનો લાભ લીધો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીઓની  વિગતો આપતાં કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ (તાલુકા-ફેર)નું આયોજન બે તબકકામાં કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 17,174  શિક્ષકોએ પસંદગી મુજબના સ્થળ પર સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી બદલીનો લાભ લીધો છે.

આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન આગામી તા.26 થી તા.28 જુલાઈ 2023  સુધી ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 12,000 કે તેથી વધુ શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જિલ્લાફેર બદલીનો લાભ મેળવશે તેમ મંત્રીએ કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પમાં બે તબક્કામાં કેટેગરીવાર જે શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે તેમાં ગંગા સ્વરૂપા/વિધુર કેટેગરીમાં 344 , દિવ્યાંગ કેટેગરી 174 , પ્રાથમિક શિક્ષક દંપતી 1380,  સરકારી દંપતી 320, અનુદાનિત દંપતિ 139 , વાલ્મિકી અગ્રતા 83,  સિનિયોરીટી કેટેગરીમાં સૌથી વધુ  14,258  તેમજ મૂળ શાળા પરતનો લાભ 476 એમ કુલ 17,174 શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે. હવે આજથી ત્રણ દિવસના બીજા તબક્કના બદલી કેમ્પમાં જિલ્લા ફેર બદલીમાં રાજ્યના અંદાજે ૧૨,૦૦૦ શિક્ષકોને વતનના જિલ્લામાં ફેરબદલીનો લાભ મળશે.