Site icon Revoi.in

ચીનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓ 14 ફેબ્રુઆરીએ ભારત પરત ફરશે-કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી

Social Share

દિલ્હી- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓ 14 ફેબ્રુઆરીએ ભારત પાછા ફરશે. આ ટીમ બુધવારે જાપાનથી રવાના થશે અને ભારત પહોંચ્યા બાદ તેમના પરિવારજનોને મળી શકશે. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા એમવી અનાસ્તાસીયામાં સવાર અમારા 18 ખલાસીઓ ભારત આવી રહ્યા છે. ચાલક દળો આજે જાપાનથી રવાના થશે અને 14 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે.

મંત્રીએ કહ્યું કે આ ખલાસીઓ ખૂબ જલ્દી જ તેમના પરિવારને મળશે, . માંડવીયાએ ચીનમાં ભારતીય દૂતાવાસ અને મેડિટેરિયન શિપ કંપનીના કંપનીના પ્રયત્નો માટે પ્રશંસા કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર્ગો જહાજ એમવી અનસ્તાસિયા સપ્ટેમ્બર 2020 માં ચીનના દરિયાકાંઠે ફસાયેલ હતું.

આ પહેલા અન્ય કાર્ગો શિપ એમવી વી જગ આનંદના 23 ખલાસીઓ પણ ચીનમાં ફસાયા હતા, જે 14 જાન્યુઆરીએ ભારત પહોંચ્યા હતા. હવે 14 ફેબ્રુઆરીએ ચીનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓ તેમના દેશ પરત ફરશે.

સાહિન-

Exit mobile version