Site icon Revoi.in

તમિલનાડુમાં વિદેશથી આવનારા 18 લોકો કોરોના સંક્રમિત – જીનોમ સિક્વસિંગ માટે સેમ્પલ મોકલાયા

Social Share

દિલ્હીઃ- દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. આ સ્થિતિ દરમિયાન, ભારતમાં પણ આ પ્રકારને લગતા કેટલાક કેસો સામે આવ્યા બાદ તકેદારી સઘન બનાવવામાં આવી છે. તમિલનાડુમાં કોરોના ટેસ્ટિંગ અને રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન, વિદેશથી અહીં આવતા લોકોની કોરોના તપાસમાં 18 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

વિતેલા દિલસને શનિવારે તમિલનાડુના મંત્રી મા સુબ્રમણ્યમે કહ્યું કે તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 18 લોકોમાંથી નવને ચેન્નાઈના ગિન્ડીની કોવિડ હોસ્પિટલમાં, ચારને તિરુચિરાપલ્લીની અન્નાઈ મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં, બેને નાગરકોઈલ સરકારી હોસ્પિટલમાં અને એકની બેંગલુરુમાં સારવાર કરવામાં આવી છે.

આરોગ્યના મુખ્ય સચિવ જે રાધાકૃષ્ણન એ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ડેલ્ટા વેરિઅન્ટની અસર ઓછી થઈ નથી. ડેલ્ટા વેરિઅન્ટની અસર રશિયા, ઓસ્ટ્રિયા, યુક્રેન, જર્મની, યુનાઇટેડ કિંગડમમાં વધુ જોવા મળી છે. તેમજ ઓમિક્રોન વેરિઅન્ટ 50 થી વધુ દેશોમાં ફેલાયેલ છે. પરંતુ સારા સમાચાર એ છે કે તમિલનાડુમાં ઓમિક્રોન વેરિઅન્ટની પૃષ્ટી થઈ નથી.

તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે રક્ષણ માટે માસ્ક પહેરવું જોઈએ, સાથે જ સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ અને રસી લેવી જોઈએ. લોકોએ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. હાલમાં કોરોનાના લગભગ 600 કેસ રાજ્યમાં જોવા છે. રસીકરણ અંગે સુબ્રમણ્યમે કહ્યું કે અત્યાર સુધીમાં 7.54 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી 81.30 ટકા લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે, જ્યારે 48.95 ટકાને બીજો ડોઝ મળ્યો છે