Site icon Revoi.in

લવ જેહાદનો કિસ્સો: યુવતીને પ્રેમજાળમાં ફસાવી રેપ કરી બનાવ્યો અશ્લિલ વીડિયો, પછી ધર્માંતરણની કોશિશ!

Social Share
પ્રતીકાત્મક તસવીર

19 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. આરોપ છે કે તેના પછી યુવતીનું ધર્માંતરણ કરવાની કોશિશ પણ થઈ છે. કેરળમાં ઉજાગર થયેલા આ મામલાને પ્રશાસને ઘણો ગંભીરતાથી લીધો છે અને આ મામલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે. જાણકારી પ્રમાણે, આ યુવતીને કોચિંગ સંસ્થામાં તેની સાથે ભણતા 21 વર્ષના એક યુવકે પહેલા તેને પોતાના પ્રેમમાં ફસાવી હતી.

એક દિવસ આ યુવકે યુવતીને નશીલું પીણું પીવડાવ્યું અને પછી ત્યાં સુધી બળાત્કાર ગુજાર્યો કે તે બેહોશ થઈ ગઈ નહીં. આ મામલામાં પીડિતાએ એનઆઈએ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. યુવતીએ તપાસ ટીમને જણાવ્યું છે કે તેને ઈસ્લામ અંગિકાર કરવા માટે મજબૂર કરવામાં આવી હતી.

યુવતી પ્રમાણે, તેની સાથે બળાત્કારની ઘટના જુલાઈમાં બની હતી. તેના પછી ઘણી હિંમત કરીને પીડિતાએ હોસ્ટેલમાં રહેતી પોતાની એક મિત્રનને આના સંદર્ભે જણાવ્યું હતું. ટાઈમ્સ નાઉ સાથેની વાતચીત દરમિયાન યુવતીના પિતાએ કહ્યુ કે આરોપીએ તેમની પુત્રીની નગ્ન તસવીરો ખેંચી લીધી અને બાદમાં તેના દ્વારા તેને બ્લેકમેલ કરવામાં આવી. યુવતીને ધમકી આપવામાં આવી કે જો તે ઈસ્લામ અંગિકાર નહીં કરે, તો તેની આ તસવીરોને સોશયલ મીડિયા પર નાખી દેવામાં આવશે.

યુવતીના પિતાએ આ આખા મામલાને સ્પષ્ટપણે લવ જેહાદ ગણાવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ગત એક માસમાં કેરળના કોઝિકોડ વિસ્તારમાં લગભગ 50 લવ જેહાદના મામલા સામે આવ્યા છે. આ મામલામાં હવે પોલીસે આરોપીની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપી યુવકનું નામ ફજલ હોવાનું જણાવવામાં આવે છે.

આરોપી પર આઈપીસીની કલમ-376, 384, 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન તપાસકર્તાઓને એક સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. આ ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે આરોપી યુવક અને તેનો એક મિત્ર યુવતીને હોસ્ટેલની નજીક હેરાન કરી રહ્યા છે. આ મામલામાં પોલીસનું વલણ પણ શંકાના ઘેરામાં છે.

પીડિતાના પરિવારનો આરોપ છે કે કેસ નોંધાયા બાદ પણ પોલીસ આના સંદર્ભે ઘણું સુસ્ત વલણ દાખવી રહી છે. પરિવારજનોનું કહેવું છે કે આ મામલામાં પોલીસ એફઆઈઆર નોંધવામાં પણ આનાકાની કરી રહી હતી. બાદમાં ચર્ચ અને કેટલાક સમાજસેવીઓના દબાણ બાદ પોલીસે કેસ નોંધ્યો હતો.

Exit mobile version