Site icon Revoi.in

દાહોદ ગરબાડા હાઇવે પર પૂરફાટ ઝડપે બે કાર સામસામે અથડાયા 2ના મોત, 4ને ઈજા

Social Share

દાહોદઃ રાજ્યમાં રોડ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે દાહોદ ગરબાડા હાઇવે પર બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યકિતના મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસે કાફલો દોડી આવ્યો હતો, વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાહોદ ગરબાડા હાઇવે પર ખરજ ગામની નજીક એક ઇકો કાર અને સ્વીફ્ટ ડિઝાયર કાર સામ સામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે મહિલા સહિત ચારને ઇજા થઇ હતી. ઇકો કારના ચાલકને ગંભીર ઈજા થઈ હતી. બે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના સ્થળે સ્થાનિકોના ટોળાં ધસી આવ્યા હતા. અકસ્માતમાં બંન્ને વાહનોને પણ મસ મોટું નુક્સાન થયુ છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક વાહનમાં મુસાફરો બેસાડવાની મર્યાદા નક્કી કરેલી હોવા છતાં ઘણી વાર તેના કરતાં પણ વધારે લોકોને બેસાડી દેવામાં આવતા હોય છે. પરિણામે જ્યારે અકસ્માત થાય છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સ્વીફ્ટમાં 7 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આમ વધારે મુસાફરો બેસાડવા નિયમ વિરુદ્ધ હોવા છતાં કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો.. આ નિયમનો ખાનગી વાહન ચાલકો છડેચોક ભંગ કરતા હોય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દાહોદ જિલ્લામાં અકસ્માતોની વણઝાર સર્જાય છે ત્યારે સળંગ ત્રણ દિવસમાં આ ત્રીજો અકસ્માત છે. જેમાં પ્રથમ દિવસે એસ.ટી બસ ખાડામાં ખાબકતાં 35 લોકોને ઇજા થઇ હતી. ત્યાર બાદ દાહોદ ગોધરા હાઇવે પર પંચેલા પાસે ચાલતાં જતા પોલીસ કર્મીને કોઇ વાહને અડફેટે લેતાં તેમનું મોત થયુ હતુ. ત્યાર બાદ સતત ત્રીજા દિવસે આ અકસ્માત સર્જાયો છે. જેથી જિલ્લામાં વાહનોના નિયમો માટે જન જાગૃત્તિ અત્યંત આવશ્યક બની છે.