Site icon Revoi.in

સ્વિટઝરલેન્ડમાં ક્વોરન્ટીન કરાયેલા 200 બ્રિટિશ પ્રવાસીઓ થયા ફરાર

Social Share

દિલ્લી: બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના મોટાભાગના દેશોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ ભારત સહિતના દેશોએ બ્રિટન સાથે હવાઈ સેવાઓ ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. દરમિયાન સ્વિટઝર્લેન્ડના વર્બિયરના એક રિસોર્ટમાં ક્વોરન્ટીન કરવામાં આવેલા 200 જેટલા બ્રિટિશ ટુરિસ્ટો પલાયન થઈ જતા ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રિસોર્ટમાં 420 બ્રિટિશ ટુરિસ્ટો ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. એમાંથી 200 જણ રાત્રે રિસોર્ટમાંથી જતા રહ્યા હતા. બ્રિટનમાં કોરોના વાઇરસના નવા પ્રકાર મળ્યા પછી નિષ્ણાતોનો ડર હતો કે એ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, એ જોતાં સ્વિસ સરકાર દ્વારા સખતાઈપૂર્વક 14 ડિસેમ્બરથી બ્રિટનથી આવનારી દરેક વ્યક્તિને 10 દિવસ ક્વોરન્ટીન કરવામાં આવી હતી. બ્રિટિશ ટુરિસ્ટો રિસોર્ટમાં પહોંચવાની સાથે ક્વોરન્ટીન થતાં તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા, જ્યારે થોડાક ટુરિસ્ટ ત્યાં રહ્યા હતા, પરંતુ તેઓ પણ ચોરીછુપીથી ત્યાં નીકળી ગયા હતા.

વાઇડર બેગ્નસ મ્યુનિસિપાલિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એ લોકોમાંથી કેટલાક લોકો ક્વોરન્ટીનમાં રહ્યા, જે પછી તેઓ રાતે ત્યાંથી નીકળી ગયા હતા. તેમણે કોમ્યુનિટી સ્પ્રેડનું સૌથી ખરાબ સપ્તાહ બતાવ્યું હતું. વર્બિયરમાં આવતા કુલ ટુરિસ્ટોમાંથી 21 ટકા ટુરિસ્ટ બ્રિટિશ ટુરિસ્ટ છે.