Site icon Revoi.in

હમાસ અને ઇસ્લામિક જેહાદ જૂથોના 200 સભ્યોની ઈઝરાયલની સેનાએ ધરપકડ કરી

Social Share

નવી દિલ્હીઃ ઇઝરાયેલે કહ્યું કે તેણે પાછલા અઠવાડિયામાં હમાસ અને ઇસ્લામિક જેહાદ જૂથોના 200 સભ્યોની ધરપકડ કરી છે અને પૂછપરછ માટે તેમને તેના પ્રદેશમાં લઈ જવામાં આવ્યા છે. એક નિવેદનમાં, તેણે જણાવ્યું હતું કે કેટલાક શંકાસ્પદ નાગરિક વસ્તી વચ્ચે છૂપાયેલા હતા અને સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું. ઇઝરાયેલે વધુમાં કહ્યું કે તેણે હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે ગાઝા પર લશ્કરી કાર્યવાહી અને આક્રમણ શરૂ કર્યું ત્યારથી 700 પેલેસ્ટિનિયન આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, હમાસનો આરોપ છે કે ઇઝરાયલીઓ દ્વારા મોટાભાગે મહિલાઓ અને બાળકોની હત્યા કરવામાં આવી રહી છે.

7મી ઑક્ટોબરના રોજ હમાસના લડવૈયાઓ ગાઝાથી દક્ષિણ ઇઝરાયેલમાં પ્રવેશ્યા પછી ઇઝરાયેલે તેની જવાબી કાર્યવાહી શરૂ કરી, જેમાં 1,200 લોકો માર્યા ગયા અને લગભગ 240 બંધકો લીધા.  હમાસના આતંકવાદીઓએ કહેલા હુમલાને પગલે ઈઝરાયલની સેનાએ વળતો જવાબ આપવાની શરુઆત કરી હતી. ઈઝરાયલની સેનાએ ગાઝા ઉપર હવાઈ હુમલાની સાથે જમીની કાર્યવાહી કરી હતી. તેમજ હમાસના અનેક ઠેકાણાને નિશાન બનાવીને તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત હમાસના કેટલાક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. હજુ હમાસનો ખાતમો બાલાવવા માટે ઈઝરાયલની કાર્યવાહી હજુ ચાલી રહી છે. ગાઝામાં હમાસના આતંકવાદીઓને બિછાવેલા સુરંગના નેટવર્કને તોડી પાડવા માટે પણ હુમલા કરાઈ રહ્યાં છે. અનેક સ્થળો ઉપર ટનલનો નાશ કરવામાં આવ્યો છે. ઈઝરાયલની કાર્યવાહીને અમેરિકા સહિતના દેશોએ સમર્થન આપ્યું છે. ભારત સહિતના દેશો દ્વારા ગાઝાના નિર્દોશ લોકોને જરુરી મદદ પુરી પાડવામાં આવી રહી છે.