Site icon Revoi.in

સિહોરમાં લગ્ન પ્રસંગે ભોજન બાદ ઠંડી છાશ પીતાં 200 લોકોને ફુડપોઈઝન થતાં હોસ્પિટલ ખસેડાયા

Social Share

ભાવનગરઃ જિલ્લાના  સિહોર શહેરના ઘાંચીવાડા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. લગ્ન પ્રસંગમાં લોકોએ ભોજન લીધુ હતુ. આ દરમિયાન છાશ પીધા બાદ 200થી પણ વધુ લોકોને  ફુડ પોઈઝનિંગ  થતા દોડધામ મચી ગઈ હતી. ભાજન બાદ છાશ પીનારા તમામને ઝાડા ઉલટી થવા લાગી હતી. ફુડ પોઈઝનિંગનો ભોગ બનેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક સાથે આટલા બધા લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલો પણ ઉભરાઈ હતી. લગ્ન સમારોહમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, સ્થાનિક દુકાનમાંથી છાશ મંગાવીને પીધા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. બીજી તરફ, ફૂડ પોઈઝનિંગની સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સહિત આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે દુકાનેથી ફૂડ, લિક્વિડ અને છાશ લાવવામાં આવી હતી ત્યાંથી આરોગ્ય વિભાગે અલગ અલગ નમુના લઈ કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના સિહોરમાં આવેલા ઘાંચીવાડા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ લગ્ન પ્રસંગમાં 500થી પણ વધુ લોકો હાજર રહ્યા હતા. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ અને છાશ પીધા પછી લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. વર અને કન્યા પક્ષના 200થી વધુ લોકોને અચાનક ઝાડા ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ તેઓને સિહોરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને જે દુકાનમાંથી છાશ વગેરે લાવવામાં આવ્યા હતા ત્યાથી વિવિધ નમૂનાઓ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ, આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ પણ ઉભરાવા લાગી હતી. સારવાર માટે દર્દીઓની લાંબી લાંબી લાઈનો લાગી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નજીકમાં આવેલી એક દુકાનમાંથી છાશ લાવવામાં આવી હતી.લગ્નમાં હાજર લોકોએ છાશ પીધા બાદ અચાનક તેઓને ઝાડા-ઉલટી શરુ થઈ ગઈ હતી.

Exit mobile version