1. Home
  2. Tag "Sihor"

ભાવનગરના સિહોરમાં પાણીની સમસ્યા, કેટલાક વિસ્તારોમાં 10 દિવસે કરાતું પાણીનું વિતરણ

ભાવનગરઃ જિલ્લાના ઘણાબધા ગામડાં અને નાના શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેમાં તાલુકા મથક એવા સિહોર શહેરમાં તો 10 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, લોકો પીવાના પાણીની હાડમારીનો સામનો કરી રહ્યા છે.  શહેરનું ગૌતમેશ્વર તળાવ ખાલી છે. જ્યારે શહેરી વિસ્તારના મોટાભાગના બોરમાં પાણી ડૂકી ગયા છે. ઉનાળો પોતાના અસલ મિજાજમાં આવી ગયો […]

સિહોરના ડુંગર વિસ્તારમાં દીપડાં પરિવારનો વસવાટ, સિહોરી માતાના મંદિરે જતાં લોકો ડરી રહ્યા છે

ભાવનગરઃ  જિલ્લાના સિહોર નજીક આવેલા ડુંગરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડા અને તેના પરિવારે તંબુ તાણ્યા છે અને સિહોરના રહેણાંકી વિસ્તારમાં આવી જતાં લોકોના ભયમાં વધારો થયો છે અને  દીપડા શહેરના પાદરમાં આવી જતાં હોવાથી નગરજનો ઘરની બહાર નીકળતાં પણ થથરે છે. તેમજ ડુંગર પર બીરાજમાન સિહોરી માતાજીના દર્શન માટે જતાં ભાવિકો પણ ડર અનુભવી રહ્યા […]

સિહોરમાં દીપડાંના આંટાફેરા વધ્યા, ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાંનો ત્રાસ વધતો જાય છે. જેમાં બે દિવસમાં તો દીપડો શહેરની છેવાડાની સોસાયટીઓ સુધી પહોંચી ગયો હતો. અને ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય વ્યાપી ગયો છે. ડુંગર વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધી ગયા છે. જેના લીધે ડુંગર પર બિરાજમાન સિહોરી માતાજીના દર્શન માટે ગામ-પરગામથી આવતા યાત્રાળુંઓ પણ ભય […]

સિહોરમાં લગ્ન પ્રસંગે ભોજન બાદ ઠંડી છાશ પીતાં 200 લોકોને ફુડપોઈઝન થતાં હોસ્પિટલ ખસેડાયા

ભાવનગરઃ જિલ્લાના  સિહોર શહેરના ઘાંચીવાડા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. લગ્ન પ્રસંગમાં લોકોએ ભોજન લીધુ હતુ. આ દરમિયાન છાશ પીધા બાદ 200થી પણ વધુ લોકોને  ફુડ પોઈઝનિંગ  થતા દોડધામ મચી ગઈ હતી. ભાજન બાદ છાશ પીનારા તમામને ઝાડા ઉલટી થવા લાગી હતી. ફુડ પોઈઝનિંગનો ભોગ બનેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક […]

સિહોર સરકારી હોસ્પિટલનું જર્જરિત બિલ્ડિંગ, છતના પોપડા લટકી રહ્યા છે, અકસ્માતની દહેશત

ભાવનગરઃ રાજ્યમાં આરોગ્ય પાછળ સરકાર દ્વારા વર્ષે દહાડે કોરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે પણ દર્દીઓને પુરતી તબીબી સેવાઓ મળતી નથી. હોસ્પટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી હોય છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલોના બિલ્ડિંગોની હાલત પણ એટલી સારી હોતી નથી. જિલ્લાના સિહોરની સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ એટલું બધુ જર્જરિત બની ગયું છે, કે હવે તો […]

ભાવનગરના સિહોરના ગૌતમેશ્વર તળાવને બ્યુટીફિકેશન કરવાનો નિર્ણય

ભાવનગર: જિલ્લાના મુગટ સમાન સિહોરનું ગૌતમેશ્વર તળાવ કે જ્યાં દેવાધીદેવ સ્વયંભૂ બિરાજમાન છે. એવા ગૌતમેશ્વર મહાદેવ કે જ્યાં રોજબરોજ હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે લોકોને સુવિધા મળી રહે અને એક ફરવા લાયક સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય એવા હેતુથી મંદિર નજીક આવેલા ગૌતમેશ્વર તળાવનું બ્યુટીફિક્શન કરવાનું આયોજન સિહોર નગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે. ભાવનગર […]

સિહોરમાં ખારી સહિતના પાંચ ગામના ખેડુતોનું રેલવે ફાટક ખૂલ્લું કરવાની માગ સાથે આંદોલન

ભાવનગર :  જિલ્લાનાં સિહોર નજીકના ખારી ગામે રેલવેટ્રેક નીચેના 13 નંબરના ફાટકનું અંડર ગ્રાઉન્ડ નાળુ વરસાદી માહોલમાં કીચડ અને પાણીથી ભરાય જાય છે. પાંચ ગામોના ખેડૂતો કે જેની 250 એકર કરતા વધુ જમીનો ટ્રેકને બીજે પાર છે. જેથી આ ગામોના લોકોએ રેલવે ફાટક ખુલ્લું કરવા અથવા આજુબાજુના ફાટક પરથી અવરજવર માટે રસ્તાની માંગ કરી હતી. આ મુદ્દે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code