Homeગુજરાતીવોટ્સએપે ભારતમાં ત્રણ મહિનામાં 22 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

વોટ્સએપે ભારતમાં ત્રણ મહિનામાં 22 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

માત્ર ત્રણ મહિનામાં જ વોટ્સએપે ભારતમાં 22 કરોડથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વ્હોટ્સએપે આ કાર્યવાહી પોલિસીના ઉલ્લંઘનને લઈને કરી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ સમાન સમયગાળા દરમિયાન બમણો છે. આ આંકડાઓ સાયબર કૌભાંડના વધતા જતા કિસ્સાઓ તરફ પણ ઈશારો કરે છે. WhatsAppના માસિક અહેવાલ મુજબ, આ ભારતીય WhatsApp એકાઉન્ટ્સ સામેની કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021ના નિયમ 4(1)(d) અને નિયમ 3A(7) હેઠળ લેવામાં આવી હતી.

વોટ્સએપ દ્વારા પ્રતિબંધિત એકાઉન્ટ્સ સ્પામિંગ અને અન્ય ગેરરીતિઓમાં સામેલ હતા. આ એકાઉન્ટ્સમાંથી સ્પામ સંદેશા મોકલવામાં આવ્યા હતા. આ સિવાય લોકોને અશ્લીલ અને ધમકીભર્યા મેસેજ મોકલવા માટે પણ ઘણા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતમાં લગભગ 53 કરોડ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે.

  • તમારું WhatsApp એકાઉન્ટ આ રીતે સુરક્ષિત રાખો

કોઈપણ પ્રકારની શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.

કોઈપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા બે વાર વિચાર કરો.

ટેલિમાર્કેટિંગ અને સંલગ્ન માર્કેટિંગ માટે બલ્ક સંદેશાઓ મોકલશો નહીં. જો આ તમારું કામ છે તો બિઝનેસ એકાઉન્ટમાંથી મેસેજ કરો.

કોઈને અશ્લીલ સામગ્રી મોકલશો નહીં.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img