1. Home
  2. Tag "Banned"

પાકિસ્તાનમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન સરકારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે દેશમાં સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં X પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન સિંધ હાઈકોર્ટે સરકારના આ નિર્ણય સામે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં સસ્પેન્શન પાછું ખેંચવા જણાવ્યું. સિંધ હાઈકોર્ટે ગૃહ મંત્રાલયને […]

બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવાયો, પીએમ સુનકે એક વીડિયો જાહેર કર્યો

લંડનઃ બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોનની લત અને તેના કારણે થનારી મુશ્કેલીથી કંટાળીને અંતે મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. બ્રિટનના આ નિર્ણયને લઈને દુનિયાના દેશોએ પણ આ અંગે વિચારણા શરુ કરી છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકએ એક્સ પર એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી છે. We know how distracting mobile phones are in […]

દિલ્હીમાં ગણતંત્ર દિવસની તડામાર તૈયારીઓ, ઈમરજન્સી પાર્સલ સુવિધા પર પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ સુરક્ષા વ્યવસ્થાના હેતુસર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હીમાં 23થી 26 જાન્યુઆરી સુધી તમામ પ્રકારની ઈમરજન્સી પાર્સલ સુવિધા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રો ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે. […]

કેન્દ્ર સરકારે શરતોને આધીન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હવે ચોખાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, હવે બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે, સરકાર દ્વારા કેટલીક શરતોના આધારે નિકાસ માટે મંજુરી આપવામાં આવી છે. સરકારે પ્રતિબંધની જાહેરાત કરીને 1200 ડોલર પ્રતિ ટનથી વધારેની કિંમતની નિકાસની મંજુરી આપી છે. જેનાથી ઓછી કિંમતના બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ […]

ગુજરાતઃ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાવનાર વિદ્યાર્થી સામે પ્રતિબંધ લગાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 14મી માર્ચથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં લગભગ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસવાના છે. પરીક્ષાની તૈયારીઓ લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે એટલું જ નહીં ગેરરીતિને અટકાવવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યાં છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરનાર પકડાવનાર વિદ્યાર્થીઓ સામે પ્રતિબંધ સહિતના પગલા લેવામાં આવશે. […]

UNએ અત્યાર સુધી 150 આતંકવાદી-ત્રાસવાદી સંગઠનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, મોટાભાગના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા

સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. મક્કી લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે. હાફિઝ સઈદ પણ હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે. યુએન દ્વારા અત્યાર સુધીમાં 150 આતંકવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યાં છે. આ આતંકવાદીઓ અનેઆતંકવાદી સંગઠનોના તાર […]

તાલિબાનનો આદેશઃ અફઘાનિસ્તાનમાં વિદ્યાર્થિનીઓના યુનિ.માં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ કેટલાક નિયમોમાં ફેરફાર થયાં છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે વિદ્યાર્થિનીઓના યુનિવર્સિટીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. ભારતે અફઘાનિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ અને માનવઅધિકારના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાન પર ભારતનું વલણ રજૂ કર્યું હતું. […]

તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો

બેંગ્લોરઃ દેશના મોટાભાગના હિન્દુ મંદિરોમાં ચાંમડાનો બોલ્ડ અને પર્સ સહિતની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે, એટલું જ નહીં દેશના અનેક મંદિરોમાં ભગવાનનો ફોટો લેવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. દરમિયાન દક્ષિણ ભારતના તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો. તમિલનાડુના મંદિરોમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી હવે દર્શનાર્થીઓ મંદિરમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે. […]

કેન્દ્ર સરકારે PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો,દેશભરમાં ઝડપી કાર્યવાહી બાદ લેવાયો નિર્ણય

દિલ્હી:કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂક્યો છે.ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.તાજેતરમાં, NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના સ્થળો પર દરોડા પાડ્યા હતા અને સેંકડોની ધરપકડ કરી હતી.ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.PFI ઉપરાંત 9 સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે વિશ્વના 38 દેશોએ તેમના એરસ્પેસમાં રશિયા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કહેલી સૈન્ય કાર્યવાહીનો આજે નવમો દિવસ છે. રશિયાએ કરેલા હુમલાને પગલે વિશ્વના ઘણા દેશો દ્વારા રશિયા પર સતત પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. અમેરિકા અને યુરોપિયન સહયોગી દેશો યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા પર સતત પ્રતિબંધો વધારી રહ્યા છે. રશિયાને સંપૂર્ણપણે અલગ કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code