Site icon Revoi.in

કર્ણાટકના મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત- ભાડાના ઘરમાં રહેતા લોકોને પણ 200 યુનિટ વીજળી મફ્ત અપાશે

Social Share

બેંગલુરુઃ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગર્સેની ભવ્ય જીત થી હતી ત્યાર બાદ કોંગ્રેસ નેતાઓએ જનતાને ઘણા વાયદાઓ કર્યા હતા જેમાં કેટલાક કાદાઓ બદલવાની વાત કરાી હતી તો થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીએ ફ્રી વીજળીની પણ જાહેરાત કરી હતી.

આ બાબતોને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી નેશ સિદ્ધારમૈયાએ ગત દિવસોમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી સમયે જાહેર કરાયેલી પાંચ ગેરંટી આ નાણાકીય વર્ષમાં લાગુ કરવામાં આવશે. જેમાં તમામ ઘરેલું ગ્રાહકોને 200 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે ભાડાના આવાસમાં રહેતા લોકો સહિત રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકોને 200 યુનિટ મફત પાવર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જો કે હવે માહિતી મળી છે કે આ સુવિધા ભાડાના ઘરમાં રહેતા લોકોને પણ આપવામાં આવશે, સિદ્ધારમૈયાએ રાજ્યમાં ભાડાના મકાનમાં રહેતા લોકોને મફત વીજળીની સુવિધા આપી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્યની જનતાને મોટી રાહત મળશે તે વાત તો નક્કી.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને સોમવાકરના રોજ કર્ણાટક સરકારે ‘ગૃહ જ્યોતિ’ કાર્યક્રમ રજૂ કર્યો, જેમાં શાસક કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલા પાંચ ચૂંટણી વચનોમાંથી એક પૂર્ણ કરવામાં આવ્યો. 1 જુલાઈથી અમલમાં આવવાની સુનિશ્ચિત, યોજના ઘરેલું ગ્રાહકો માટે 200 યુનિટ સુધીની મફત વીજળીની ખાતરી આપે છે.