Site icon Revoi.in

પીએમની સુરક્ષાના કેસમાં તપાસ કરતા ન્યાયાધિશ ઇન્દુ મલ્હોત્રાને શીખ ફોર જસ્ટિસ સંગઠને આપી હતી ધમકી

Social Share

 

દિલ્હીઃ-  પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલાનીતપાસ કરનારી પેનલનું નેતૃત્વ કરનાર પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકીઓ મળી હોવાના સમાટાર મળ્યા હતા ત્યારે હગવે આ ઘમકી કોણે આપી હતી તે અંગેની વિગતવાર માહિતી ,ામે આવી  છે.

જો આ મામલે મિરર નાઉના રિપોર્ટની વાત માનવામાં આવે તો જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકીભર્યો ફોન આ ધમકીઓ પાછળ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસનો હાથ હોવાનું કહેવાય રહ્યું હતું ત્યારે હવે આ અનુમાન સાચુ સાબિત થયું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જસ્ટિસ મલ્હોત્રાને આ ધમકી શીખ ફોર જસ્ટિસ નામની સંસ્થાએ જ આપી છે. આ સંગઠને ધમકીભરી ઓડિયો ક્લિ પપણ જાહેર કરી છે. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે તેણે વડાપ્રધાન મોદી અને શીખોમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા આ કેસ સાથે સંબંધિત સુપ્રીમ કોર્ટના ઘણા વકીલોને ધમકીભર્યા ફોન આવ્યા હતા. વકીલોને પણ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.