Site icon Revoi.in

આજે પરાક્રમ દિવસ – PM મોદી આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામથી જાહેર કરશે

Social Share

દિલ્હીઃ-   દેશભરમાં  23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર નામ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ પર સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બાંધવામાં આવનાર નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલનું પણ અનાવરણ કરશે.

કેન્દ્રની  ભારતીય સેના અને સૈન્ય જવાનો માટે સતત કામ કરી રહી છે. ભારતીય સેનાના જવાનોને સન્માન આપવાના ભાગરૂપે છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં વિવિધ સ્થળોએ અનેક સ્મારકો બન્યા છે અને સૈન્ય કલ્યાણકારી યોજનાઓ પણ બની છે. ત્યારે હવે આ ટાપુઓના નામ પર પરમવીર ચક્ર પરમવીર ચક્ર વિજેતાઓ પર રાખવામાં આવશે.

ટાપુઓનું નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવશે વડાપ્રધાને હંમેશા દેશના વાસ્તવિક જીવનના હીરોને યોગ્ય સન્માન આપવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. ત્યારે , હવે ટાપુ જૂથના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓ ના નામ આપવાનો નિર્ણય લેવાયો છે.