Site icon Revoi.in

ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી 22 ફેરી બોટને નિયમનો ભંગ કરવા બદલ દંડ, 8 દિવસ માટે સર્વિસ સસ્પેન્ડ

Social Share

ઓખા: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે 170 જેટલી ફેરી બોટ ચાલે છે. જે ગુજરત મેરી ટાઇમ બોર્ડના નિયમો અને લાયસન્સ પર ચાલે છે. અંહી અવારનવાર બોટો દ્વારા નિયમ ભંગ કરવામાં આવે છે.ત્યારે 22 ફેરી બોટને નિયમ ભંગ બદલ આઠ દીવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં એક બોટમાં વધુ કેપેસિટી પેસેન્જરો લેવા બદલ અને 21 બોટોને દાદાગીરીથી મનફાવે ત્યારે બોટો ચાલવા બદલ આઠ દીવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે તો તમામ બોટો પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે.

જો કે ઉલ્લેખનીય છે કે બેદરકારીના કારણે ફેરીમાં મુસાફરી કરતા અનેક લોકોના જીવ જોખમમાં મુકાતા હતા. તંત્ર દ્વારા આ પ્રકારના યોગ્ય પગલા લેવામાં આવતા ફેરી માલીકો પણ સતર્ક થયા છે અને હવે તેઓ ખોટું કરતા પહેલા ચાર વાર વિચારશે. દ્વારકા બેટ દ્વારા પ્રવાસીઓની મનપસંદ જગ્યા હોવાથી ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.