Site icon Revoi.in

નોઈડાની 4 શાળામાં  23 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત – સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરુ કરાઈ

Social Share

દિલ્હીઃ- જ્યાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ નહીવત જોવા મળી રહી હતી ત્યા હવે બીજી તરફ નોએડા હરિયાણા જેવા રાજ્યોમાં કોરોનાના કેસો ઘીમે ઘીમે વધતા જોવા મળી રહ્યા છે. તો દેશમાં પણ વિતેલા દિવસની સરખામણીમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે નોએડાની શાળામાં બાળકો સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે,

પ્રાત માહિતી પ્રમાણે નોઈડાની ચાર શાળાઓમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના કુલ 23 કેસ નોંધાયા છે. ગૌતમ બુદ્ધ નગરના સીએમઓ સુનિલ કુમાર શર્માએ  આ અગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે ગઈકાલે એક શાળામાં 13 બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. શાળાએ અમને જાણ કરી  છે કે તેઓએ  તાત્કાલવિક ઘોરણે શાળા બંધ કરી દીધી છે. 

આ સાથે જ સમગ્ર નોઈડામાં અત્યાર સુધીમાં 23 બાળકોને કોરોના થયો છે. મતેણે કહ્યું કે કેટલીક શાળાઓએ અમને જાણ કરી નથી. અમને ખબર પડશે તો અમે સૂચન કરીશું કે શાળા બંધ કરી દેવી જોઈએ.આ સાથે જ હવે અમારી ટીમો બાળકોના ઘરની ઝડપી મુલાકાત લઈને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહી છે. અમે માત્ર લક્ષણો ધરાવતા લોકોનું જ પરીક્ષણ કરી રહ્યા છીએ.

તાજેતરના દિવસોમાં, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને નોઈડાની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ કોરોના લસંક્રમિત થયાની  પુષ્ટિ થઈ છે. ગાઝિયાબાદની અન્ય એક શાળાના 10માના વિદ્યાર્થીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ શાળા પણ બંધ કરી દેવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાઝિયાબાદની બે ખાનગી શાળાના ત્રણ વિદ્યાર્થીઓમાં કોરોના  સંક્રમણની પુષ્ટિ થઈ હતી. શાળાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાયરસના સંક્રમણની સાંકળને તોડવા માટે સાવચેતીના પગલા તરીકે, શાળાને ત્રણ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે નોઇડામાં શાળા એક અઠવાડિયા સુધી ઑનલાઇન અભ્યાસ કરાવામાં આવશે, ઉલ્લેખનીય ચે કે હાલ કોરોનાના નવા વેરિએન્ટને લઈને ગઈકાલે સ્વાસ્થ્યમંત્રીએ નિષ્ણાંતો સાતે બેઠક યોજી હતી,ત્યારે બીજી તરફ કોરોનાના સૃકેસમાં સામાન્ય વધારો પમ નોંધાયો ચે જેને લઈને કેન્દ્રએ દરેક રાજ્યોને નિયમોનું પાલન કરાવાના આદેશો આપ્યા છે.

Exit mobile version