Site icon Revoi.in

ગુજરાત રમખાણો:તિસ્તા સીતલવાડને રાહત,સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા

Social Share

અમદાવાદ:સુપ્રીમ કોર્ટે કાર્યકર્તા તિસ્તા સીતલવાડને વચગાળાના જામીન આપ્યા છે.2002ના ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે દસ્તાવેજો બનાવવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે,તિસ્તા સીતલવાડે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે.કોર્ટે તિસ્તાને તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે આ મામલાને વચગાળાના જામીનના દૃષ્ટિકોણથી જ ધ્યાનમાં લીધો છે.ગુજરાત હાઈકોર્ટ તિસ્તા સીતલવાડની જામીન અરજી પર સ્વતંત્ર રીતે નિર્ણય કરશે અને આ કોર્ટ દ્વારા કરવામાં આવેલી કોઈપણ ટિપ્પણીથી પ્રભાવિત થશે નહીં.

અગાઉ, સુપ્રીમ કોર્ટે ગુરુવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શા માટે ગુજરાત હાઈકોર્ટે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજી 19 સપ્ટેમ્બરે સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે. ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને નોટિસ ફટકાર્યાના છ અઠવાડિયા પછી સર્વોચ્ચ અદાલતે તેના જવાબમાં સરકારને તિસ્તાની અરજીનો જવાબ આપવા અને શુક્રવારે બપોરે 2 વાગ્યા સુધીમાં તેને જાણ કરવા જણાવ્યું હતું.