Site icon Revoi.in

એક જ વિષય ઉપર 108 દેશોમાંથી બનેલી 2,800 ફિલ્મો લોકોની વિપુલ પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છેઃ પ્રકાશ જાવડેકર

Social Share

દિલ્હીઃ કોરોનાવાયરસ પર બનેલી ટૂંકી ફિલ્મોની ઉજવણી કરવા ફિલ્મોત્સવનું આયોજન કરવાનો વિચાર અદભૂત હતો. તેમ ઇન્ટરનેશનલ કોરોનાવાયરસ શોર્ટ ફિલ્મ મહોત્સવમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મોત્સવમાં એક જ મુદ્દા પર 108 દેશોમાંથી 2,800 ફિલ્મોની સહભાગી થઈ હતી, જે લોકોની અંદર રહેલી અપાર પ્રતિભાનું ઉદાહરણ છે.
તેમણે જણાવ્યું હતું કે, રોગચાળાથી દુનિયાના દેશોમાં મોટા પાયે ઉથલપાથલ મચી ગઈ છે. જોકે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ સાથે આ કટોકટીનું સારી રીતે સંચાલન કરી શક્યું છે. કોરોનાવાયરસ કટોકટી હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે અને ટૂંક સમયમાં ભારતમાં પણ રસી ઉપલબ્ધ થશે.

ગોવામાં ભારતના 51મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, આઇએફએફઆઈનું આયોજન હાઇબ્રિડ રીતે થશે. જ્યારે આ મહોત્સવનો પ્રારંભિક અને સમાપન સમારંભનું આયોજન ઓછા દર્શકો સાથે ગોવામાં થશે. લોકો ઓનલાઇન મહોત્સવની મજા માણી શકશે. આઇએફએફઆઈની આ એડિશનમાં 21 નોન-ફિચર ફિલ્મો પણ સહભાગી થશે.