Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ

Social Share

 

શ્રીનગરઃ છેલ્લા ઘણા સમયથી દેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે, ખાસ કરીને રાજધાની દિલ્હી,મિઝોરમ તથા જમ્મુ કાશ્મીરમાં ઘણી વખત આંચકાઓ આવી ચૂક્યા છે ત્યારે આજે ફરી એક વખત જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રજીજી ઉઠી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  કાશ્મીરમાં આજરોજ એટલે કે  બુધવારે  વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પર આજે સવારે અંદાજે 5 વાગ્યને 40 મિનિટે  પહેલગામથી 15 કિમી દૂર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.

સામાન્ય રીતે વહેલી સવારે લોકો ઘરમાં હોવાથી ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે આ ભૂરકંપ તદ્દન સામ્નય તીવ્રતા વાળો કહી શકાય જેમાં કોઈ પણ પ્રકારનું જાન-માલને નુકશાન નોંધાયું નથી

ઉલ્લેખનીય છે કે આ પહેલા 10 ફેબ્રુઆરીએ રાજ્યના પર્યટન સ્થળ ગુલમર્ગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ અગાઉ 5 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે તેની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી.

Exit mobile version