Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં 3 દિવસ વરસાદ અને હિમવર્ષાની સંભાવનાઃ- કેલાંગમાં ન્યૂનતમ તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

Social Share

દિલ્હીઃ- સમગ્ર રાજ્યમાં ફરી એક યાસ વાવાઝોડાનું જોખમ મંડળાઈ રહ્યું છે, આવી સ્થિતિ વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની પમ શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે હિમાચલ પ્રદેશમાં 29 મેથી હવામાન ફરીથી બગડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગ શિમલા દ્રારા આપવામાં આવેલી માહિતી પ્રમા 29 મે થી લઈને 31 મે સુધી હિમાચલ પ્રદેશના મધ્ય અને ઉચ્ચ પર્વતીય કેટલાક વિસ્તારોમાં વરસાદ અને હિમ વર્ષાની સંભાવનાઓ સેવાઈ રહી છે, મેદાની વિસ્તારોમાં પણ 30 અને 31 મે દરમિયાન વરસાદ તેમજ બરફ લર્ષા શરુ થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો બીજી તરફ રાજધાની શિમલામાં આજરોજ તડકો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સુધીનો વધારો થયો છે. કેલાંગમાં લઘુત્તમ તાપમાન 3.0. અને ઉનામાં સૌથી વધુ તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું હતું.

આ સાથે જ પ્રદેશના વિસ્તાર કલ્પામાં 4.6, શિમલામાં 15.3, સુંદરનગરમાં 14.6 ભૂંતરમાં 12.0 ધર્મશાલામાં 15.2 ,ઉનામાં 19.1 સોલનમાં 14.3, મનાલસીમાં 8.8 ,કાંગડામાં 16.3 ,મંડિમાં 14.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે