Site icon Revoi.in

ગુજરાત સરકાર દ્વારા 2000 કરોડના ખર્ચે 3,533 કિ.મીનો પરિક્રમા પથ પ્રોજેક્ટ સાકાર કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સીમલેસ પેરિફેરલ રોડ પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. જે રાજ્યની તમામ સરહદો સાથે અન્ય રાજ્યો અને તેના દરિયાકિનારાને જોડશે. એટલે કે દેશના વિવિધ રાજયોને રોડ માર્ગથી જોડવા માટે ગુજરાત સરકારે 3500 કિલોમીટરનો ‘પરિક્રમા પથ’ પ્રોજેકટ તૈયાર કર્યો છે.સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ તથા સાપુતારા જેવા સરહદી ક્ષેત્રોમાંથી આ પથને આગળ ધપાવવામાં આવશે. રૂા.2000 કરોડનો આ પ્રોજેકટ અંદાજીત બે વર્ષમાં પૂર્ણ કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજય તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગો વચ્ચેની રસ્તાની ખૂટી કડી બનાવીને સમગ્ર પરિક્રમા પથ બનાવવામાં આવશે. તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે, ત્રણ કોરીડોર નિર્માણ પામશે જેમાં પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારા લીંક રોડને પૂર્વોતર બેલ્ટ સાથે જોડવામાં આવશે. બીજો દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠાથી સૌરાષ્ટ્ર સુધી લંબાવવામાં આવશે. જયારે ત્રીજો કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદથી શરૂ થશે અને ઉતર ગુજરાતને કવર કરી લેશે. આમ ગુજરાત રાજ્યની બોર્ડરની ફરતે રોડ ડેવલોપ કરવામાં આવશે. આ 3,533 કિમીનો પ્રોજેક્ટ છે, જે રાજ્યની સરહદો સાથેના રાષ્ટ્રીય અને આંતરરાજ્ય ધોરીમાર્ગો વચ્ચે ખૂટતા જોડાણોને પૂર્ણ કરશે. તેના માટે રૂ. 2,000 કરોડનો ખર્ચ થવાની ધારણા છે. સરકાર પરિક્રમા પથ પ્રોજેક્ટને લગભગ બે વર્ષમાં પૂર્ણ કરશે. પ્રોજેક્ટ બ્લુ પ્રિન્ટ પરિક્રમા પાથને ત્રણ કોરિડોરમાં વિભાજિત કરે છે. પહેલો સ્ટેચ્યુ ઓફ યુનિટી-સાપુતારા લિંક રોડ સાથે પૂર્વીય બેલ્ટ રોડને જોડશે. બીજો દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાથી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી વિસ્તરશે. ત્રીજું કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદે ચાલશે અને રાજ્યના ઉત્તર ગુજરાત પરિઘને આવરી લેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સીમલેસ પેરિફેરલ રોડ પ્રોજેક્ટ બે વર્ષમાં  પૂર્ણ કરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, તે માત્ર પ્રવાસનને જ વેગ આપશે નહીં, પરંતુ બંદરો સાથે કનેક્ટિવિટી પણ સુનિશ્ચિત કરશે અને વધુ વિકાસ તરફ દોરી જશે. ભવિષ્યની મુસાફરીની માંગ અને હાલના કોરિડોર પરના રેફિક વોલ્યુમને ધ્યાનમાં રાખીને અપગ્રેડ કરવામાં આવશે. પરિક્રમા પથનું આયોજન ખાસ રીતે કરવામાં આવ્યું છે. અહીં અત્યારના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગોનો ઉપયોગ કરીને તથા વધારાના રસ્તાઓ અને પુલોનું નિર્માણ કરીને, મોટો વિશાળ રીંગ રોડ બનાવવામાં આવશે. તે રાજ્યના 33 જિલ્લાના 79% અને તેના 252 તાલુકાઓમાંથી 43% સુધી પહોંચશે.