Site icon Revoi.in

અંદમાન દ્વીપમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ

Social Share

પોર્ટ બ્લેર :અંદમાન દ્વીપ વિસ્તારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપ અંગે માહિતી આપી હતી. તો, અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સમાં હાલ કોરોનાનો કહેર અટકયો છે.એક વ્યક્તિએ કોરોના વાયરસ સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવી દીધો છે.જો કે, સંક્રમણના કોઈ નવા કેસ નોંધાયા નથી.

7 જુલાઈને બુધવારે સવારે 8:45 કલાકે આસામના ગોલપાડામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. મેઘાલય અને પશ્ચિમ બંગાળના ભાગોમાં પણ આંચકા અનુભવાયા હતા.મેઘાલયમાં બુધવારે સવારે 8:45 વાગ્યે 5.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. દાર્જિલિંગ અને કૂચ બિહાર સહિત ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા હતા.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.