1. Home
  2. Tag "Earthquake"

અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ ફેલાયો

નવી દિલ્હીઃ અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકાના સમય મુજબ શુક્રવારે સવારે 10.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. USGSના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યુયોર્ક સિટીથી લગભગ 64 કિમી પશ્ચિમમાં મધ્ય ન્યુજર્સીમાં ટેવક્સબરીમાં હતું. કોઇ નુકસાનનો અહેવાલ નહી- એરિક એડમ્સ USGSના જણાવ્યા મુજબ સાંજે 5:59 કલાકે નાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 4.0 […]

તાઈવાનમાં આવેલા ગોઝારા ભૂકંપમાં ગુમ થયેલા બે ભારતીય સહીસલામત મળ્યાં

નવી દિલ્હીઃ તાઈવાનમાં 3 એપ્રિલે આવેલા 25 વર્ષમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમયગાળા દરમિયાન બે ભારતીયો સહિત ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. જો કે બંને ભારતીયો સંપૂર્ણપણે સુરક્ષિત છે, આ માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. તેમણે કહ્યું કે તાઈવાનમાં […]

તાઈવાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ચારના મોત અને 50થી વધારે ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ જાપાન બાદ હવે તાઈવાનમાં ભૂકંપનો જોરદાર આંચકો નોંધાયો છે. લગભગ 25 વર્ષ બાદ આ દેશમાં આવેલા સૌથી ખોતરનાક ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતા નોંધાઈ છે અને તેને પરિણામે અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. રાષ્ટ્રીય અગ્નિશમન એજન્સીએ જણાવ્યું હતું કે હુઆલીન કાઉન્ટીમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે વિવિધ ભાગોમાં 50 થી […]

એક દિવસમાં 2000 ભૂકંપ, કેનેડાની નીચે ફાટી રહી છે ધરતી, શું ઘણાં ભાગમાં વિખેરાય જશે આ દેશ?

ટોરંટો: આ મહિનાની શરૂઆતમાં કેનેડાના તટ પાસે રહેલા વેંકૂવર આઈલેન્ડના વિક્ટોરિયા હાર્બરમાં વિચિત્ર ઘટના બની. 24 કલાકમાં 2000 ભૂકંપના આંચકા આવ્યા. તેના પછી વૈજ્ઞાનિકો સતર્ક થઈ ગયા છે, કારણ કે આ ભૂકંપોથી જાનમાલનું તો નુકશાન થયું નથી. પણ જ્યારે તેમણે તપાસ કરી તો તેમના રુવાંટા ઉભા થઈ જાય તેવો ખુલાસો થયો. આ તમામ ભૂકંપોનું કેન્દ્ર […]

મણિપુરમાં ભૂકંપનો આંચકો, 3.9ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. દરમિયાન મણિપુરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના આંચકાની તિવ્રતા લગભગ 3.9 જેટલી નોંધાઈ હતી. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ નુકશાન નહીં થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મણિપુરમાં આજે સવારે ભૂકંપનો હળવો આંચકો […]

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.45 વાગ્યાના સુમારે અચાનક આંચકા આવતા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આ વર્ષનો આ બીજો ભૂકંપ છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 […]

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો આંચકો આવ્યો, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ઉપર નોંધ્યું કેન્દ્રબિંદુ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ધરા ધ્રુજતા લોકો ડરને માર્યા બાદ ઘરની બહાર દોડી ગયા હતા. ઓફિસમાં કામ કરનારા લોકો પોતાનું કામ છોડીને બિલ્ડીંગની બહાર દોડી ગયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ઉપર નોંધાયું […]

કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકો, 4.1ની તીવ્રતા નોંધાઈ

સવારે 9.30 કલાકે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 59 કિમી દુર નોંધાયું ભૂકંપમાં સદનસીબે કોઈ જાનહાની કે નુકશાન થયું નથી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં આજે સવારે ફરી એકવાર ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.કચ્છમાં સવારે લગભગ 9.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તિવ્રતા રિકટર સ્કેલ ઉપર 4.1ની નોંધાઈ હતી. […]

જાપાનઃ ભૂકંપમાં 24 લોકોના મૃત્યુની આશંકા, અનેક ઘરોમાં અંધારપટ

નવી દિલ્હીઃ નવા વર્ષની ઉજવણી વચ્ચે જાપાનમાં આવેલા ભૂકંપથી દેશના 12.5 કરોડ લોકોના મનમાં ભયનો માહોલ છે. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર 24થી વધારે લોકોના મોતની આશંકા છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ હવે ચેતવણી માત્ર સલાહ પુરતી જ સીમિત છે. જ્યારે ઇશિકાવાના વાજિમા પોર્ટ પર 1.2 […]

જાપાન બાદ હવે મ્યાનમારની ધરાધ્રુજી, વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભે જ જાપાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જાપાનમાં હજુ ભયાનક સ્થિતિ યથાવત છે. દરમિયાન આજે મ્યાનમાંરની ધરા ધ્રુજવાની ઘટના બની હતી. જેના કારણે હવે મ્યાનમારની પ્રજામાં ભુકંપનો ભય ફેલાયો છે. ભૂકંપમાં જાનહાનીને લઈને કોઈ વિગતો સામે આવી નથી. જો કે, ભૂકંપની તીવ્રતા 4ની આસપાસની હોવાથી મોટી જાનહાની થવાની શકયતાઓ નહીવત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code