
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો હુમલો નિષ્ફળ, સેનાનો જવાન શહીદ
શ્રીનગરઃ ભારતીય સેનાએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કામકરી સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનની ‘બોર્ડર એક્શન ટીમ’ (BAT)ના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતો. જો કે, આ દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને એક કેપ્ટન સહિત અન્ય ચાર સેનાના જવાનો ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોર પણ માર્યો ગયો હતો. ‘BAT’માં સામાન્ય રીતે સ્પેશિયલ ફોર્સના જવાનો અને પાકિસ્તાની સેનાના આતંકવાદીઓનો સમાવેશ થાય છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “સતર્ક ભારતીય સેનાના જવાનોએ આજે સવારે સેક્ટરમાં ‘બોર્ડર એક્શન ટીમ’ દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.”
સૂત્રોએ જણાવ્યું કે કલાકો સુધી ચાલેલા ભીષણ ગોળીબાર વચ્ચે બે ઘૂસણખોરો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે, ત્રણ ઘૂસણખોરોના એક જૂથે ઉત્તર કાશ્મીર જિલ્લાના ત્રેહગામ સેક્ટરમાં કુમકડી ચોકી પાસે આગળની પોસ્ટ પર ગ્રેનેડ ફેંક્યો અને ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી હતી, જેના પછી બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં પાંચ સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી જવાન શહીદ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેપ્ટન સહિત ચાર ઘાયલ સેનાના જવાનોને બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલ સૈનિકોમાંથી એકની હાલત ગંભીર છે