1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરમાં આજે PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ
જામનગરમાં આજે PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ

જામનગરમાં આજે PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ

0
Social Share
  • રોશનીના અવનવા શણગારથી ઝળહળી ઉઠ્યું જામનગર,
  • સરકારી ઇમારતો, વિવિધ માર્ગો તથા સર્કલ્સ પરની રોશનીથી દિવાળી જેવો માહોલ,
  • આજે સાંજે 7.30 કલાકે લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય જન અભિવાદન કાર્યક્રમ યોજાશે,

જામનગર 10 મે 2026: People are enthusiastic to welcome PM Narendra Modi દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, આજે રવિવારે સાંજના સમયે વડાપ્રધાન જામનગર પહોંચશે. વડાપ્રધાનના આગમનને વધાવવા માટે જામનગર શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. લોકોમાં વડાપ્રધાનને આવકારવા માટે અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે.

વડાપ્રધાનના આગમનને લીધે જામનગરમાં એરફોર્સ સ્ટેશનથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય સ્થળો જેવા કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઈટિંગ અને અવનવી રોશની દ્વારા દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. આ સાથે જ દરેક મુખ્ય સર્કલ પર વડાપ્રધાનના નેતૃત્વમાં અમલી બનેલી જન-ઉપયોગી યોજનાઓની સફર દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ યોજાઇ રહ્યું છે.

વડાપ્રધાન મોદી દ્વારા આજે રવિવારે સાંજે અંદાજે ૦૭.૩૦ કલાકે લાલ બંગલા સર્કલ ખાતે વિશાળ જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર  કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે.તથા સૌરાષ્ટ્રની રાસ મંડળીઓ દ્વારા હુડો રાસ, સિદી ધમાલ નૃત્ય, મણિયારો રાસ સહિતના પરંપરાગત લોકનૃત્યો તથા ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code