1. Home
  2. Tag "jamnagar"

જામનગર મનપાને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે વેરાની આવક મળી

જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીના ઈતિહાસ વેરાની સૌથી વધુ આવક મેળવી છેચાલુ વર્ષમાં આજની સુધીમાં રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા માં કુલ 3,06,000 મિલકતો નોંધાયેલી છે . તે પૈકી આજ સુધી મા કુલ ૧,૦૫,૬૫૬ મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે. તારીખ 1એપ્રિલ 2023થી તારીખ […]

અનંત-રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન, અંબાણીના આંગણે રૂડા અવસરમાં બોલીવુડ સ્ટાર્સ ઉમટી પડ્યાં

જામનગરઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનો પ્રારંભ જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં શરૂ થતા બીજા દિવસે પણ બૉલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો, આ સેલિબ્રિશનમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓ પણ પરિવારો સાથે હાજરી આપી રહ્યા છે. ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના […]

દ્વારકામાં પીએમ મોદીની અંડરવોટર ડૂબકી આહીરો માટે પણ એક મેસેજ, જાણો લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો શું છે ટાર્ગેટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના દ્વારકામાં અંડરવોટર દ્વારકા નગરીમાં પૂજાઅર્ચના કરી હતી. રવિવારે પીએમ મોદીની પૌરાણિક જળમગ્ન દ્વારકા નગરીમાં પાણીની અંદર ભગવાન કૃષ્ણની પૂજા કરતી તસવીરો અને વીડિયો ચર્ચામાં રહ્યા હતા. તો બીજી તરફ સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાત દરમિયાન આહીર જાતિ સુધી પહોંચ બનાવવાની તેમની કોસિશ પર કોઈનું ધ્યાન ગયું નથી. વડાપ્રધાન મોદીએ […]

જામનગરમાં રિલાયન્સની રિફાઈનરી સંકુલમાં બન્યું વિશ્વનું સૌથી મોટું વનતારા એનિમલ કેર સેન્ટર

જામનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા  ઈજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ – વનતારા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં ગ્રીનબેલ્ટની અંદર 3000 એકરમાં ઊભા કરાયેલા વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પ્રાણીસંભાળ અને કલ્યાણના […]

જામનગરઃ બોરવેલમાં બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકનો બચાવ

અમદાવાદઃ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોરાણા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ ખુલ્લા બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ગરકાવ થતા તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થઈ હતી. બાળકના માતા પિતાએ તુરંત જ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી […]

જામનગરમાં શુદ્ધ ઘીના નામે વેચાતો નકલી ઘીનો 550 લીટરથી વધુ જથ્થો પકડાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. જેમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળ યુક્ત નકલી ઘી, મરી-મસાલા, દૂધ-પનીર સહિતની વસ્તુઓમાં ભેળસેળને રોકવા માટે ખોરક અને ઓષધ નિયમન તંત્ર દ્વારા અવાર-નવાર દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે જામનગરમાં દરોડો પાડીને 600 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર […]

પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાહનની ચોરી, આરોપી જામનગરથી ઝડપાયો

પોલીસ સ્ટેશન સંકુલમાંથી વાહન ચોરાતા પોલીસ તંત્ર દોડતુ થયું આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ આરંભી જામનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન એક ચોરે પોલીસને જ પડકાર ફેંક્યો હોય તેમ […]

જામનગરના હાપા સહિતના માર્કેટ યાર્ડ્સમાં લાલ મરચાની આવક, સારા ભાવથી ખેડુતોમાં ખૂશી

જામનગરઃ જિલ્લામાં ખેડુતો કપાસ અને અન્ય પાકની સાથે મરચાના વાવેતરમાં પણ વધારો કરવા લાગ્યા છે. હાલ ખરીફ પાકની તમામ માર્કેટયાર્ડ્સમાં ધૂમ આવક થઈ રહી છે. જેમાં હાપા સહિતના માર્કેટિંગ યાર્ડ્સમાં યાર્ડમાં સુકા મરચાની આવકના શ્રી ગણેશ થયા છે. લાલ મરચું નવી આવક સાથે જ તેના રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. જામનગર […]

જામનગરમાં છેલ્લા 6 દાયકાથી શાસ્ત્રીય સંગીતના તાલે રમાય છે અનોખા ગરબા

જામનગરઃ શહેરમાં દરેક સોસાયટીઓ, શેરીઓ તેમજ પાર્ટીપ્લોટ્સમાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના બર્ધન ચોક વિસ્તારમાં મારૂ કંસારા વલ્લભી સંપ્રદાયના મહાકાળી માતાજી ગરબી મંડળ દ્વારા છેલ્લા 60 વર્ષથી શાસ્ત્રીય સંગીત પર ગરબીનું આયોજન કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં ડીજે અને લાઈવ ઓર્કેસ્ટ્રાને બદલે સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીતમાં આદિત્ય ધરાનાના કલાકારો દ્વારા સંગીત રજૂ […]

જામનગરના 13 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી અવસાન થયું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી બનાવોમાં વધારો થયો છે, દરમિયાન મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીનું કાર્ટએટેકથી અવસાન થયું હતું. 13 વર્ષનો આ વિદ્યાર્થી મુંબઈની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતો ગંઢેચા પરિવારનો 13 વર્ષીય દીકરો મુંબઈમાં રહીને અભ્યાસ કરતો હતો. દરમિયાન આ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code