Homeગુજરાતીગુજરાતજામનગરમાં નજીક ટ્રકને હાઈટેન્શન વાયર અડી જતા વીજ કરન્ટથી ટ્રકચાલકનું મોત

જામનગરમાં નજીક ટ્રકને હાઈટેન્શન વાયર અડી જતા વીજ કરન્ટથી ટ્રકચાલકનું મોત

જામનગર, 30 એપ્રિલ 2026: Truck driver dies of electrocution  શહેર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં ટ્રક વીજળીના હાઈટેન્શન વાયરને અડી જતા માલ ખાલી કરવા આવેલા કાશ્મીરના ટ્રકચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહને કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  જમ્મુ-કાશ્મીરના વતની ઠાકુર ભારમલસિંહ સોહનસિંહ ઠાકુર (35) પોતાના ટ્રકમાં માલસામાન લઈને જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર વિસ્તારમાં આવ્યા હતા. માલસામાન ઉતાર્યા બાદ તેમણે ટ્રક સાઇડમાં પાર્ક કર્યો હતો.  દરમિયાન ટ્રકની બોડી ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનને અડી જતા ટ્રકમાં કરંટ ફેલાયો હતો. તે સમયે ટ્રક પર રહેલા ચાલક ભારમલસિંહને તીવ્ર વીજ આંચકો લાગતાં તેઓ ગંભીર રીતે ઝપેટમાં આવી ગયા હતા, અને થોડા જ સમયમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

 આ ઘટનાની જાણ થતાં સૌ પ્રથમ પંચકોશી એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દરેડ વિજ તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular