Homeગુજરાતીગુજરાતસુરતમાં છઠ્ઠની પૂજાને લીધે તાપી નદીના કિનારે 18 ઘાટ પર વ્યવસ્થા કરાઈ

સુરતમાં છઠ્ઠની પૂજાને લીધે તાપી નદીના કિનારે 18 ઘાટ પર વ્યવસ્થા કરાઈ

સુરત, 13 નવેમ્બર, 2026 : Arrangements made at 18 ghats on the banks of Tapi river due to Chhath puja શહેરના ટેક્સટાઈલ સહિત ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતના અનેક શ્રમિકોએ શહેરને પોતાની કર્મભૂમિ બનાવી વસવાટ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના લોકોમાં છઠ્ઠની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. આથી શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતના લોકો માટે છઠ્ઠ પૂજા માટે તાપી નદીના કિનારે તમામ 18 ઘાટ પર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘાટ પર શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે મ્યુનિ. કોર્પોરેશન અને આયોજક સંસ્થાઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાટ વિસ્તારમાં ફેલાયેલી ગંદકી તેમજ નદીના પાણીમાં જળકુંભી અને ઘાસની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે.

સુરત શહેરમાં અંદાજિત 20 લાખથી વધુ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો વસવાટ કરે છે, જેના કારણે તાપી નદીના કિનારે છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. શહેરના સિંગણપોર અને ડભોલી તાપી નદીના કિનારે આવેલા ઘાટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે 25 હજારથી લઈને 35 હજાર જેટલા શ્રદ્ધાળુઓ છઠ મૈયાની પૂજા અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવા માટે એકઠા થશે. ઘાટ પર ઉમટનારી હજારોની મેદનીને ધ્યાનમાં રાખીને ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પૂજા દરમિયાન કોઈ પણ શ્રદ્ધાળુને હાલાકી ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 150થી 200 જેટલા સ્વયંસેવકો સતત ખડેપગે રહીને સમગ્ર સંચાલન સંભાળશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img