1. Home
  2. Tag "jamnagar"

જામનગરના લાલપુરમાં હડકાયા કૂતરાનો ત્રાસ, 12 લોકોને બચકા ભરતા હોસ્પિટલ ખસેડાયાં

જામનગરઃ જિલ્લાના લાલપુરમાં કૂતરાનો ત્રાસ તો ઘણા વખતથી છે.ગમે તે શેરીમાં જાઓ તો કૂતરા પાછળ પડતા હોય છે. જેમાં એક હડકાયા થયેલા કૂતરાએ 12 લોકોને બચકા ભરતા તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના લાલપુરમાં રાત્રે હડકાયા શ્વાને 12 લોકોને બચકાં ભરતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. હડકાયા […]

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 300 થી પણ વધુ પ્રકારના પક્ષીઓ હાજરી

વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો  હેતુ પ્રાણીઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર વિશ્વમાં પ્રાણી કલ્યાણના ધોરણને વધારવાનો છે. વર્લ્ડ એનિમલ ડેનું આયોજન હેનિરક જીમરમને 24 માર્ચ 1925 ના રોજ જર્મનીના બર્લિનમાં આવેલા સ્પોર્ટ્સ પેલેસમાં કર્યું હતું. 1929 થી આ દિવસ 4 ઓક્ટોબરના રોજથી મનાવવામાં આવે છે. […]

જામનગરથી વંદે ભારત ટ્રેનમાં માત્ર 5 કલાકમાં અમદાવાદ પહોંચાશે, ટ્રાયલ રન યોજાઈ

અમદાવાદઃ જામનગર અને અમદાવાદ વચ્ચે હવે વંદે ભારત ટ્રેન દોડતી થશે. જેથી હવે પ્રવાસીઓ માત્ર પાંચ કલાકમાં જ જામનગરથી અમદાવાદ આવી શકશે. દરમિયાન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ વચ્ચે ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરિની મીનિટોમાં જ ટ્રેન વિરમગામથી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને જામનગર વચ્ચે દોડનારી વંદે […]

જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસૂર્યાની પસંદગી, અન્ય હોદ્દેદારોની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતમાં આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર શહેરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોની નિમણુંક કરવામાં આવી હતી. જામનગર શહેરમાં મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્ણાબેન સોંઢાની પસંદરી કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મહિલાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગરમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની […]

જામનગરથી ઉપડતી લાંબા રૂટ્સની બે ટ્રેનોમાં LHB કોચ, પ્રવાસીઓને મળશે વધુ સુવિધા

જામનગરઃ લાંબા અંતરની ટ્રેનોના કોચ બદલીને પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તેવા અદ્યત્તન રેલવેના કોચ જોડવામાં આવી રહ્યા છે. ત્યારે ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસમાં એલએચબી કોચ જોડવામાં આવ્યા છે. સંસદસભ્ય પૂનમબેન માડમે જામનગર સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી નવા રૂપાંતરિત એલએચબી રેકનો શુભારંભ […]

જામનગરઃ મહાદેવ મંદિરમાં ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો શિવાલયમાં દર્શન કરવા જાય છે. દરમિયાન છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં મહાદેવ મંદિરે ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો આ પ્રતિકૃતિ જોવા માટે ઉમટી પડયા હતા. ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર પહોંચવાની તૈયારીમાં છે. દરેક ભારતીય માટે આ […]

જામનગરઃ ધ્રોલમાં ધો-6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યા બાદ થયું મૃત્યુ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટએટેકથી યુવાનોના મોતની ઘટનામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં જ મોબાઈલ ઉપર ફોન કરતા યુવાનને હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. યુવાનને હ્રદયરોગનો હુમલો આવ્યો તે વખતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં […]

જામનગરમાં એક કાર્યક્રમમાં સાંસદ સહિત ભાજપના ત્રણ મહિલા નેતાઓ વચ્ચે થઈ શાબ્દિક તડાફડી

જામનગરઃ શહેરમાં યોજાયેલા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં રાજકીય સંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી. ભાજપના જ ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક તડાફડી થઈ હતી. ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પુનમબેન માડમ તથા મેયર બિનાબેન કોઠારી વચ્ચે જાહેર કાર્યક્રમમાં સર્જાયેલી શાબ્દીક તડાફડી પાછળનું કારણ શહીદોને ચપ્પલ પહેરીને શ્રધ્ધાંજલી આપવી કે ચપ્પલ ઉતારીને તે મુદ્દો જ હોવાનું […]

જામનગરના SPને ફોન કરી CM કાર્યાલયથી બોલું છું, આરોપીને છોડી મુકવા કહ્યું… અંતે ઠગ પકડાયો

જામનગરઃ જિલ્લાની સાયબર ક્રાઈમ પોલીસે  લાખો રૂપિયાના ઠગાઈના ગુનાના માસ્ટરમાઈન્ડને સુરતથી ઝડપી પાડ્યા બાદ તેને છોડી મૂકવા માટે  એસપીને ખોટી ઓળખ આપી ફોન કરનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. નિકુંજ પટેલના નામના વ્યક્તિએ ખોટી ઓળખ આપી જામનગર એસપીના નંબર પર ફોન કરી કહ્યું હતું કે, ‘હું મુખ્યમંત્રી કાર્યાલય પરથી નિકુંજ પટેલ બોલું છું, તમે જે […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચાઈનિઝ લસણ વેચાવા આવતા વેપારીઓએ વિરોધ કર્યો

જામનગર:  ભારતમાં ચાઈનિઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં તેનું ખૂલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દરમિયાન હાપાના માર્કેટિંગ યાર્ડમાં  ચાઈનિઝ લસણની 50 ગૂણી વેચવા માટે આવી હતી. લસણની હરાજી થતી હતી. ત્યારે કેટલાક વેપારીઓના ધ્યાન પર આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અતે ચાઈનિઝ લસણનો જથ્થો પરત મોકલવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાઈનિઝ લસણ ખૂલ્લેઆમ વેચાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code