1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરથી ઉપડતી લાંબા રૂટ્સની બે ટ્રેનોમાં LHB કોચ, પ્રવાસીઓને મળશે વધુ સુવિધા
જામનગરથી ઉપડતી લાંબા રૂટ્સની બે ટ્રેનોમાં LHB કોચ, પ્રવાસીઓને મળશે વધુ સુવિધા

જામનગરથી ઉપડતી લાંબા રૂટ્સની બે ટ્રેનોમાં LHB કોચ, પ્રવાસીઓને મળશે વધુ સુવિધા

0
Social Share

જામનગરઃ લાંબા અંતરની ટ્રેનોના કોચ બદલીને પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તેવા અદ્યત્તન રેલવેના કોચ જોડવામાં આવી રહ્યા છે. ત્યારે ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસમાં એલએચબી કોચ જોડવામાં આવ્યા છે. સંસદસભ્ય પૂનમબેન માડમે જામનગર સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી નવા રૂપાંતરિત એલએચબી રેકનો શુભારંભ કરાવ્યા હતો. ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનેલવેલી અને ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનો પરંપરાગત રેકની જગ્યાએ નવા રૂપાંતરિત એલએચબીરેક સાથે દોડશે.

જામનગર રેલ્વે સ્ટેશન ખાતે કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું કે જામનગર-તિરુનેલવેલી અને હાપા-મડગાંવ એક્સપ્રેસ જેવી લાંબા અંતર ની ટ્રેનો માં LHB રેકની સુવિધા મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.  રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે સંસદ સભ્ય પૂનમબેન માડમનો રેલ સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર તપન પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ ભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો, અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code