Homeગુજરાતીગુજરાતલોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપના વ્હીપનો અનાદર કરનારા પક્ષના રૈયાણી સહિત 8 નેતાને...

લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપના વ્હીપનો અનાદર કરનારા પક્ષના રૈયાણી સહિત 8 નેતાને નોટિસ

રાજકોટઃ શહેરમાં ભાજપના નેતાઓ વચ્ચે જ ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. જેમાં તાજેતરમાં યોજાયેલી લોધિકા સંઘનીના પ્રમુખની ચૂંટણીમાં ભાજપે આપેલી વ્હીપનું પક્ષના 8 જેટલા નેતાઓએ ઉલ્લંઘન કર્યું હતું. આથી પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટિલે  પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત 8 હોદ્દેદારોને નોટિસ પાઠવી છે. તમામ હોદ્દેદારોને 7 દિવસમાં ખુલાસો આપવા ફરમાન કરાયુ છે. પ્રદેશ ભાજપ પ્રમુખે આ તમામ સામે શિસ્તભંગની નોટિસ ફટકારી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટના લોધિકા સંઘના પ્રમુખની ચૂંટણીમાં ભાજપે વ્હીપ આપ્યો હતો. જેમાં નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે રિપિટ કરવાનો વ્હીપ હતો. પરંતું અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચાએ પાર્ટીએ આપેલા વ્હીપનું ઉલ્લંઘન કર્યુ હતું. તેમજ બાબુ નસિત, મનસુખ સરધારાએ પણ વ્હીનો અનાદર કર્યો હતો. વ્હીપ બાદ પણ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કારણ કે, રૈયાણીના લોધિકા સંઘના પ્રમુખ બનવાના અભરખા હતા. પરંતું પાટીલના વ્હીપ બાદ રૈયાણીના સપના પર પાણી ફરી વળ્યું હતું.  જેથી જિલ્લા સંગઠન અને સહકારી ક્ષેત્રના રાજકારણમાં પોતાનો દબદબો કરવા નીકળેલા પૂર્વ મંત્રીને શિસ્તભંગ બદલની નોટિસ મોકલવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત આઠને નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો આપવાનું જણાવ્યું છે. પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા સામે પક્ષ પ્રમુખ પાટીલે લાલ આંખ કરી છે. અરવિંદ રૈયાણીએ પાર્ટીએ આપેલા વ્હિપની ઉપરવટ જઈ તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સીઆર પાટિલે નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે રીપિટ કરવાનો વ્હીપ આપ્યો હતો. પરંતું લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા,બાબુ નસિત અને મનસુખ સરધારાએ લોધિકા સંઘની ચૂંટણી વખતે પ્રદેશ ભાજપના વ્હીપનું ઉલ્લંઘન કર્યુ હતું. આ ઉપરાંત આ વ્હિપ બાદ રૈયાણી અને તેના સાથીઓએ હાઇકોર્ટમાં પણ પડકાર્યો હતો. સીઆર પાટિલના વ્હિપ બાદ અરવિંદ રૈયાણીના લોધિકા સંઘના પ્રમુખ બનવાના તેમજ મહત્વના હોદ્દા કબ્જે કરવાના અરમાન પર પાણી ફરી વળ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments