1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરઃ મહાદેવ મંદિરમાં ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ
જામનગરઃ મહાદેવ મંદિરમાં ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ

જામનગરઃ મહાદેવ મંદિરમાં ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો શિવાલયમાં દર્શન કરવા જાય છે. દરમિયાન છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં મહાદેવ મંદિરે ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો આ પ્રતિકૃતિ જોવા માટે ઉમટી પડયા હતા. ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર પહોંચવાની તૈયારીમાં છે. દરેક ભારતીય માટે આ એક ગૌરવની ઘટના છે. જામનગરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ ગ્રુપ દ્વારા મહાદેવના મંદિરમાં ચંદ્રયાનની મોટી પ્રતિકૃતિ તેમજ ફરતો ચંદ્ર વગેરે બનાવવામાં આવ્યા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ભારતમાં ઈસરો દ્વારા મિશન મૂન અંતર્ગત ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર મકલવામાં આવ્યો છે, ચંદ્રયાન-3 બુધવારે સાંજના ચંદ્રની સપાટી ઉપર ઉતરાયણ કરે તેવી શકયતા છે. ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રની સપાટીના કેટલાક ફોટો ગ્રાફ મોકલવામાં આવ્યાં છે. જે ઈસરોએ સોશિયલ મીડિયા મારફતે દેશની જનતા સામે જાહેર કર્યાં છે. ચંદ્રયાન-3ના લેન્ડીંગને લઈને દેશની જનતાથી આતુરતાથી રાહ જોઈ રહી છે. ભારતની જનતા જ નહીં પરંતુ અમેરિકા અને બ્રિટન સહિતના દેશો પણ ચંદ્રયાન-3ના લેન્ડીંગને લઈને ઉત્સુક જોવા મળી રહ્યાં છે.

ચંદ્રયાન 3 નવા ફોટો સાથે ઈસરોએ મિશન ચંદ્રયાન 3ને લઈને એક નવું અપડેટ આપ્યું છે. આ સાથે ISROએ લેન્ડર દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવા ફોટો પણ જાહેર કરી છે. ઈસરો દ્રાર કહેવામાં આવ્યું થે કે  ચંદ્રયાન મિશન શેડ્યૂલ પર છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે સિસ્ટમની નિયમિત તપાસ ચાલી રહી છે અને કામ સરળતાથી ચાલી રહ્યું છે.
મિશન ચંદ્રયાન-3 પર ખગોળશાસ્ત્રી પ્રોફેસર કેસી કપૂરે જણાવ્યું હતું કે, “લેન્ડર અને રોવર હાલમાં ચંદ્રની પ્રી-લેન્ડિંગ ભ્રમણકક્ષામાં પરિક્રમા કરી રહ્યા છે. આ (લેન્ડર અને રોવર) છેલ્લી વખતની સ્થિતિની તપાસ કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યા છે. અલ્ગોરિધમને બગ ફ્રી બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, લેન્ડરની ડિઝાઈનનો મુખ્ય ભાગ એવા લેગ મિકેનિઝમને પણ મજબૂત કરવામાં આવ્યું છે. આ સહીત ISROએ કહ્યું કે આ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા 19 ઓગસ્ટે લગભગ 70 કિમીની ઊંચાઈએથી લેવામાં આવેલા ચંદ્રના ફોટા છે. LPDC ફોટોગ્રાફ્સ લેન્ડર મોડ્યુલને ઓનબોર્ડ ચંદ્ર સંદર્ભ નકશા સાથે મેચ કરીને તેની સ્થિતિ નક્કી કરવામાં મદદ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code