1. Home
  2. Agency
  3. News
  4. પશ્ચિમ બંગાળમાં હજુ પણ ગુંડાઓ સક્રિય, સલામતી દળો ઉપર કર્યો ગોળીબાર, પાંચ જવાન ઘાયલ
પશ્ચિમ બંગાળમાં હજુ પણ ગુંડાઓ સક્રિય, સલામતી દળો ઉપર કર્યો ગોળીબાર, પાંચ જવાન ઘાયલ

પશ્ચિમ બંગાળમાં હજુ પણ ગુંડાઓ સક્રિય, સલામતી દળો ઉપર કર્યો ગોળીબાર, પાંચ જવાન ઘાયલ

0
Social Share

કોલકાતા, 6 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં હજુ પણ ગુંડાઓ સક્રિય છે. રાજ્યમાં ચૂંટણી પરિણામ આવ્યા પછી બધા રાહતનો દમ લઈ રહ્યા હતા ત્યારે જ 24 પરગણા વિસ્તારમાં જેહાદી તત્વોએ સલામતી દળો ઉપર કર્યો ગોળીબાર કર્યો છે જેમાં ત્રણ પોલીસકર્મી સહિત પાંચ જવાન ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.

પશ્ચિમ બંગાળમાં સુરક્ષા દળો પર હુમલો થયો છે. આ દરમિયાન ગોળીબાર પણ થયો હતો, જેમાં 3 પોલીસકર્મી અને 2 કેન્દ્રીય સુરક્ષા દળના જવાન ઘાયલ થયા છે. આ ઘટના તે સમયે બની જ્યારે સુરક્ષા દળોના જવાનો બામનઘેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ANI એ આ ઘટના વિશે જાણકારી આપી છે.

ઘટના ક્યાંની છે?

ઘટના નાજત પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતી સરબેરિયા-અગરતી ગ્રામ પંચાયતના બામનઘેરી વિસ્તાર (વોર્ડ નંબર 14) ની હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાજત પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી (OC), રાજબારી ચોકીના એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મહિલા પોલીસ અધિકારીને ગોળી વાગી છે. આ ઉપરાંત, કેન્દ્રીય દળોના બે જવાન પણ ઘાયલ થયા છે.

આ પણ વાંચોઃ Video: પંજાબમાં એક જ રાતમાં બે સ્થળે બોંબ વિસ્ફોટ, આતંકી કાવતરાની તપાસ

ઘાયલોને મીનાખા ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે બાદ તેમને કોલકાતાની અલગ-અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા.

બોમ્બથી ભરેલી બેગ પણ મળી

તપાસ એજન્સીઓને ઘટનાસ્થળેથી બોમ્બથી ભરેલી એક બેગ પણ મળી આવી છે.

એક સ્થાનિક મહિલાએ જણાવ્યું છે કે જ્યારે તે તેના પરિવાર સાથે પલંગ નીચે છુપાયેલી હતી, ત્યારે તેણે છોકરાઓના એક ટોળાને તેના આંગણામાંથી ભાગતા જોયા હતા. આ દરમિયાન પોલીસે તેના ઘરનો દરવાજો તોડી નાખ્યો અને તેના પરિવારને પોતાની સાથે લઈ ગઈ, જે બાદ તેમને સવારે છોડી દેવામાં આવ્યા હતા. સ્થાનિક મહિલાએ એમ પણ જણાવ્યું કે તેણે ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો અને પોલીસ પર પાંચ આદિવાસી અને ચાર મુસ્લિમ સમુદાયના લોકોની ધરપકડ કરવાનો આરોપ લગાવ્યો હતો.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપને બહુમતી મળી છે અને તૃણમૂલ કોંગ્રેસ હારી ગઈ છે. ભાજપને કુલ 207 બેઠકો પર જીત મળી છે, જ્યારે TMC ને માત્ર 80 બેઠકો મળી શકી છે. કોંગ્રેસને 2 બેઠકો, AJUP ને 2 બેઠકો અને CPIM ને એક બેઠક મળી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code