1. Home
  2. ગુજરાતી
  3. રામ મંદિરમાં દાન ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 13મી જુલાઈએ હાથ ધરાશે સુનાવણી
રામ મંદિરમાં દાન ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 13મી જુલાઈએ હાથ ધરાશે સુનાવણી

રામ મંદિરમાં દાન ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 13મી જુલાઈએ હાથ ધરાશે સુનાવણી

0
Social Share

અયોધ્યા, 10 જુલાઈ 2026: અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરી કેસમાં પોલીસ તપાસમાં દરરોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આ સમગ્ર મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. તેમજ આ કાસની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. આ કેસ અંગે આગામી 13મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠલની ખંડપઠમાં ચુનાવણી હાથ ધરવામાં આવશે. બીજી તરફ સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં રામ મંદિરમાં દાન ચોરી મામલે રાજકીય આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રસિદ્ધ અયોધ્યા રામ મંદિરના શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં કથિત નાણાકીય ગેરરીતિઓની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ પર આગામી 13 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલાની સુનાવણી કરવાની છે. આ દરમિયાન ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય મહંત દિનેન્દ્ર દાસે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવના વીઆઈપી દર્શન પાસ આઈડી બ્લોક કરવામાં આવ્યા હોવાના અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે પાસ હંમેશાની જેમ જ ઈશ્યુ થઈ રહ્યા છે, તેમજ તેમણે યુપી પોલીસ અને એસઆઈટીની તપાસ પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે.

બીજી તરફ, વિશેષ તપાસ સમિતિની પ્રારંભિક તપાસમાં રામ મંદિરના દાન ગણતરી ખંડમાં ગંભીર સુરક્ષા ખામીઓ પ્રકાશમાં આવી છે. તપાસ દરમિયાન 27 એપ્રિલથી 5 જૂન વચ્ચેના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા આશરે 70 જેટલી શંકાસ્પદ ઘટનાઓ મળી આવી છે. આ ફૂટેજમાં ગણતરી સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓ મંદિરના દાનના નાણાં પોતાના કપડાં, ખિસ્સા અને બૂટમાં છુપાવીને ચોરી કરતા હોવાનું સ્પષ્ટ દેખાય છે. એસઆઈટીના મતે, આ નાણાકીય ગબન કોઈ એકાદ વખતની ઘટના નહોતી પરંતુ સુઆયોજિત અને વ્યવસ્થિત રીતે વારંવાર કરવામાં આવતી પ્રવૃત્તિ હતી, જે અંતર્ગત અત્યાર સુધીમાં આઠ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code