Site icon Revoi.in

આંદામાન અને નિકોબારમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ  

Social Share

દિલ્હી:આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રે લગભગ 1.11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી.જો કે, સારી વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પહેલા પણ ગયા મહિને અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.તે સમયે ભૂકંપની તીવ્રતા 4.9 હતી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

 

Exit mobile version