Site icon Revoi.in

આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા 

Social Share

દિલ્હી:આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. જો કે આંચકાના કારણે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.તેમણે જણાવ્યું કે,આ ભૂકંપ બપોરે 3.02 વાગ્યે આવ્યો હતો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

Exit mobile version