Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના 4 મદદગારોની હથિયારો સહિત ધરપકડ કરાઇ

Social Share

 

શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જયાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે ત્યારે સુરક્ષા દળો પણ સતત આતંકીઓની હરકતો પર નજર રાખીને તેમના કાવતરાને અંજામ આપતા અટકાવે છે ત્યારે હવે સેનાને મોટી સફતા મળી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના ચાર સહયોગીઓની ધરપકડ કરી અને તેમના કબજામાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો.

વિતેલા દિવસને બુધવારે આ બાબત ને લઈને પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે સુરક્ષા દળોએ નારધીરી ડાંગરપોરા ચારરસ્તા પર સ્થાપિત ચેકપોસ્ટ પર બે શંકાસ્પદોને રોક્યા હતા. તેમણે કહ્યું કે સુરક્ષા દળોને જોઈને શંકાસ્પદો ભાગવા લાગ્યા પરંતુ પકડાઈ ગયા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, “આતંકવાદીઓના સહયોગીઓની ઓળખ ગુલામ હસન મીર અને મુખ્તાર અહેમદ ખાન તરીકે થઈ છે, જેઓ બારામુલ્લાના ચંદુસાના રહેવાસી છે.”

 કેસની તપાસ દરમિયાન, તે પ્રકાશમાં આવ્યું છે કે તમામ ચાર આરોપીઓ લશ્કર-એ-તૈયબા ટીઆરએફ સાથે સંકળાયેલા છે અને અગાઉ કુંજરના રહેવાસી અને આતંકવાદીઓના સહયોગી મુદાસિર અહેમદ શેખ માટે કામ કરતા હતા. શેખ હાલમાં પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ જેલમાં છે. તેમણે કહ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.

વધુમાં  પોલીસે  કહ્યું કે, સર્ચ દરમિયાન એક ચાઈનીઝ બનાવટની પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, 12 કારતૂસ, બે કારતૂસ મળી આવ્યા હતા. હેન્ડ ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી.

આ ચારે સામે  કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. બંને પાસેથી મળેલી માહિતીના આધારે કવહારના રહેવાસી અલ્તાફ અહેમદ રાથેર અને કુંજરના ફારૂક અહેમદ નકીબને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બંને આરોપીઓએ હેન્ડ ગ્રેનેડ રાખવાની કબૂલાત કરી હતી, જે તેમની પાસેથી મળી આવ્યા હતા અને બાદમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.