Site icon Revoi.in

રાજકોટ માર્કેટ યાર્ડમાં 4000 ક્વિન્ટલની આવક, લીંબુ અને લસણના સારા ભાવથી ખેડુતોને રાહત

Social Share

રાજકોટ: શહેરના માર્કેટ યાર્ડમાં ગાંમડાઓમાંથી લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે આવતા હોય છે. સોમવારે યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાકાના પાકની આવક થઈ હતી. જેમાં કપાસના ભાવ ખેડૂતોને 1,140થી 1,477 રૂપિયા સુધીના મળ્યા હતા. કપાસ બાદ બટાકાની આવકમાં પણ વધારો નોંધાયો હતો. યાર્ડમાં બટાકાની આવક  2,800 ક્વિન્ટલ થઈ હતી. બટાકાના ભાવ ખેડૂતોને આજે 130થી 320 રૂપિયા સુધીના મળ્યા હતા. આ ઉપરાંત લીંબુના ભાવ ખેડૂતોને સારા મળ્યા હતા. યાર્ડમાં એક મણ લીંબુના 1,600 રૂપિયા બોલાયા હતા. તેમજ યાર્ડમાં 375 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. ખેડૂતોને 2,900થી 6,400 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.

રાજકોટ માર્કેટ યાર્ડમાં સોમવારે સૌથી વધારે કપાસ અને બટાકાના પાકની આવક થઈ હતી. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમછેલ જોવા મળી હતી. કપાસની 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી. કપાસના ભાવ ખેડૂતોને 1,140થી 1,477 રૂપિયા સુધીના મળ્યા હતા. કપાસ બાદ બટાકાની આવકમાં પણ વધારો નોંધાયો હતો. યાર્ડમાં સોમવારે બટાકાની 2,800 ક્વિન્ટલ થઈ હતી. બટાકાના ભાવ ખેડૂતોને 130થી 320 રૂપિયા સુધીના મળ્યા હતા. ઉપરાંત લીંબુના ભાવ ખેડૂતોને સારા મળ્યા હતા. યાર્ડમાં એક મણ લીંબુના 1,600 રૂપિયા બોલાયા હતા. યાર્ડમાં લીંબુની 378 ક્વિન્ટલ આવક થઈ હતી. લીંબુના ભાવ 1,000થી 1,600 રૂપિયા મળ્યા હતા. ટામેટાની વાત કરવામાં આવે તો ટામેટાની 1,342 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ ખેડૂતોને 330થી 680 રૂપિયા સુધીના મળ્યા હતા.

રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 1,500 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 800 અને જીણી મગફળીની 1,180 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1,150થી 1,370 રૂપિયા અને જીણી મગફળીનો ભાવ ખેડૂતોને 1,130થી 1,260 રૂપિયા સુધીના મળ્યા હતા.

રાજકોટ યાર્ડમાં છેલ્લા 5 દિવસથી ખેડૂતોને લસણના ભાવ પણ સારા એવા મળી રહ્યો છે. સોમવારે લસણના ભાવ 6,400 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. યાર્ડમાં સોમવારે 375 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. અને ખેડૂતોને 2,900થી 6,400 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. આ ઉપરાંત 1,530 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં ખેડુતોને ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળ્યા હતા. ડુંગળીના ભાવ 130થી 271 રૂપિયા સુધીના મળ્યા હતા. ખેડૂતોને આશા હતી કે, તેઓને ડુંગળીના ભાવ સારા મળશે, પરંતુ ડુંગળીના ભાવ સતત ગગડી રહ્યાં છે, જેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.