Site icon Revoi.in

કોરોના અપડેટઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4,510 નવા કેસો, હવે સક્રિય કેસો 46 હજાર આસપાસ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના  કેસોમાં વઘધટ જોવા મળી રહી છે ત્યારે હવે  છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં રાહત મળેલી જોવા મળી રહી છે, કોરોનાના દૈનિક નોંધાતા કેસો હવે ખૂબ ઓછા થઈ ચૂક્યા છે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના 4,510 નવા કેસ નોંધાયા છે,તો સાછે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે.

જો દેશમાં હાલ સક્રિય કેસોની વાત કરીએ તો આ સંખ્યા હવે 47 હજાર 379 થી ઘટીને 46 હજાર 216 થઈ ચૂકી છે. આ સમાન સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 33 લોકોના મૃત્યુ નોંધાયા છે.આ સાથે જ કેરળમાં સૌથી વધુ 19 મૃત્યુ નોંધાયા છે

આ સાથે જ  દેશમાં સારવાર હેઠળ  રહેલા દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.10 ટકા જોવા મળે છે, જ્યારે સંક્રમણથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.71 ટકા જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1 હજાર 163નો ઘટાડો થયો છે.જ્યારે સાજા થવાનો દર વધીને 98.71 ટકા થઈ પર જોવા મળી રહ્યો છે.

Exit mobile version